ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪નો પ્રારંભ થયો છે.
ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સીંગી અને છીંડીયા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શિક્ષણનું મહત્વ તેમજ કન્યા કેળવણીના મહત્વ વિશે સમજાવ્યું હતું. તેમણે આંગણવાડીમાં કુમારો ૦૦ અને ૦૩ કન્યાઓ તેમજ બાલવાટિકાના ૦૪ કુમાર અને ૦૮ કન્યા એમ ૧૫ ભુલકાઓને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
તેમજ સ્માર્ટ ક્લાસની મુલાકાત લીધી હતી. એસ.એમ.સી.મીટીંગ, બાહ્યપરીક્ષા, ગુણોત્સવ 2.0 ગ્રેડેશન, એકમ કસોટી, સત્રાંત પરીક્ષા, યોગ, વૃક્ષારોપણ સંબંધી ખુબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે પ્રા.શા.છીંડીયાની મુલાકાત લઇ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાથે પ્રા.શા.છીંડીયાના બાળકોને પ્રવેશ અપાવી માર્ગદર્શન પૂરું પાડ્યું. છીંડીયા આંગણવાડીમાં ૦૪ કુમાર અને ૦૩ કન્યા તેમજ બાલવાટીકામાં કુમાર ૧૨ અને કન્યા ૧૧ મળી કુલ ૩૦ ભુલકાઓને પ્રવેશ અપાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500