રાજ્ય સરકારની શૈક્ષણિક-સામાજિક અને આર્થિક ઉત્કર્ષની યોજના હેઠળ અનુસૂચિત જનજાતિના ધોરણ ૧૧ અને ૧૨ ના વિઘાર્થીઓ માટે ખાનગી ટ્યુશન સહાયની યોજના અમલી છે. યોજના હેઠળ ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને આગળ ભણવાની તકો મળે તે હેતુથી મેડિકલ, એન્જિનિયરિંગ, પોલીટેકનિક તથા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી ગુજકેટ અને જી-સેટ, પીએમટી અને પીઈટી પરીક્ષાની તૈયારી તેમજ રાજ્ય કક્ષા અને ઓલ ઈન્ડિયા લેવલે રાજ્યની યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી JEE ની પરીક્ષા માટે લાભ આપવામાં આવે છે.
NEET અને JEE પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી ઉચ્ચ અભ્યાસક્રમો MBBS, એન્જિનિયરિંગ જેવામાં પ્રવેશ મેળવી શકે માટે આદિજાતિ જિલ્લાઓમાં વિશેષ કોચિંગ વર્ગો ચલાવવામાં આવે છે. જેનો દર વર્ષે ૪૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ લાભ લે છે. રૂ.૧.૫૦ લાખની આવક મર્યાદા ધરાવતા પરિવારના બાળકો આનો લાભ મેળવી શકે છે. યોજના અંતર્ગત રૂ.૧૫,૦૦૦ અથવા ખરેખર થયેલા ખર્ચ આ બેમાંથી જે રકમ ઓછી હોય તેટલી રકમની સહાય રાજ્ય સક્રકાર દ્વારા આપવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500