Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જિલ્લાના અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિના ખેડૂતોને શેરડીના પાક ઉત્પાદન વધારવા માટે સહાય અપાશે

  • September 09, 2022 

શેરડીના પાકનું ઉત્પાદન અને ઉત્પદકતા વધારવા માટે અનુ.જાતિ તથા અનુ.જનજાતિના ખેડૂતોને સહાય આપવા માટેની યોજના અમલી છે. આ યોજના હેઠળ શેરડી પાકનું નવું વાવેતર કરનાર ખેડૂતોને રૂા.૧૦,૦૦૦/- સહાય પ્રતિ હેકટર (ખાતાદીઠ વધુમાં વધુ બે હેકટર) માટે ખાતામાં જમા આપવાની જોગવાઇ કરવામાં આવી છે.  ખેડૂતોને વધુ ઉત્પાદન માટે પ્રોત્સાહિક કરવા પ્રતિ હેકટર જો ખેડૂત ૭૦ મે.ટના કરતાં વધુ ઉત્પાદન મેળવે તો મેળવેલ વધુ ઉત્પાદન પેટે વેચાણ ભાવ મુજબ પ્રતિ મે.ટન ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ ટકા પ્રોત્સાહન સહાય (ખાતાદીઠ વધુમાં વધુ બે હેકટર માટે) આપવાની જોગવાઇ પણ કરવામાં આવી છે.




આ યોજનાનો લાભ મેળવવા માટે અુન.જાતિ તથા અનુ.જનજાતિના ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી અરજીની પ્રિન્ટ આઉટ મેળવી, સહી/અંગુઠો કરી જરૂરી સાધનિક કાગળો (બેંક પાસ બુકની નકલ, ૭-૧૨ અને ૮-અ ની નકલ અને આધારકાર્ડની નકલ) સાથે ગ્રામ્યકક્ષાએ ગ્રામસેવક અથવા તાલુકાકક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી (ખેતી) ને પહોંચાડવાની રહેશે. આ યોજના હેઠળ આઇ ખેડૂત પોર્ટલ તા.૧૫/૦૯/૨૦૨૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધી ખુલ્લુ રહેશે. અનુ.જાતિ તથા અનુ.જનજાતિના ખેડૂતમિત્રોને આ યોજના હેઠળ બહોળા લાભ લેવા માટે સમયમર્યાદામાં અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, નવસારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application