સુરત જિલ્લામાં ગેસ રિફિલિંગના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. કામરેજના પરબ ગામે આવેલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પોલીસ દરોડા પાડી રાંધણ ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં 2 દુકાનમાં ગેસ રિફલિંગ કરવામાં આવી રહ્યું હતું. શ્રી દેવ સ્ટોર્સ અને માતેશ્વરી નામની દુકાનમાં 14 કિલોના રાંધણ ગેસના સિલિન્ડરમાંથી 5 કિલોની બોટલમાં રિફિલિંગ કરાવામાં આવતું હતું.પોલીસે અલગ અલગ સાઈઝની 22 જેટલી ગેસની બોટલો, વજન કાંટા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ સમગ્ર કૌભાંડમાં એક ઈસમની ધરપકડ કરી ગેસના સિલિન્ડર પૂરા પાડનાર ઇસમ સહીત 2 ને વોન્ટેડ જાહેર કરાયા છે. સુરત કામરેજ પોલીસની કાર્યવાહીથી રાંધણ ગેસનો કાળો કારોબારો કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application