Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

"સૌરાષ્ટ્ર તમિલ સંગમ" કાર્યક્રમ નર્મદા જિલ્લો : એકતા નગર ખાતે ગુજરાતી સૌરાષ્ટ્ર તમિલ યાત્રિકોનો અનોખો સંગમ

  • April 21, 2023 

"સૌરાષ્ટ્ર તમિલ સંગમ" કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાનાં એકતાનગર-કેવડિયા ખાતે ૩૦૦ યાત્રિકોનો પ્રથમ પડાવ ટેન્ટસિટી-૨ ખાતે વડોદરાથી બસ મારફતે આવી પહોંચ્યો હતો. તમિલનાડુનાં યાત્રિકોનો છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, દુધધારા ડેરી ભરૂચ અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, SoUADTGAનાં મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ તથા જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા ઉમળકાભેર પુષ્પગુચ્છ અને ફુલ આપી પ્રત્યેક યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.






આ પ્રસંગે તમિલનાડુ અને ગુજરાતના કલાકારો દ્વારા સંગીતમય રીતે ઢોલ, નગારા, શરણાઈ અને પરંપરાગત નૃત્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રિકો અને કલાકારો ઉત્સાહ ઉમંગ સાથે ઝૂમી ઉઠ્યા હતા. તમિલ યાત્રિકોએ ગુજરાતીમાં કેમ છો.... મજામાં છો.... બહુ મઝા આવી..... નમસ્તે તેમ બોલીને ખુશી વ્યક્ત કરી આનંદનો અપાર પ્રેમ પ્રગટ કર્યો હતો. સોમનાથ, દ્વારકા ત્યારબાદ એકતાનગરના આવકારથી ભાવવિભોર બન્યા હતા. સરદાર સાહેબની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા જોતાં જ "અરે વાહ...બ્યુટીફૂલ"ના શબ્દો તેમના મુખેથીસરી પડ્યા હતા.






જંગલ પ્રકૃતિ, નર્મદા ડેમ, ટેન્ટન્સિટી, રોડ - રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતનો વિકાસ અને વિકાસ મોડેલને નિહાળીને ધન્યતા સાથે એકતા, ભાઈચારાના ભાવ સાથે આ ટુર મદુરાઈથી શરૂ કરીને યાદગાર બનાવી અવિસ્મરણીય- અકલ્પનીય અદભુત નજારો જોઈને મહેમાનોનો ખુશીનો પાર રહ્યો નથી. ગુજરાતના લોકો દ્વારા ઠેર ઠેર રેલવે સ્ટેશન અને યાત્રાધામ સ્થળોએ સ્વાગત સત્કાર કર્યો તેના વર્ણન માટે તેમની આ પ્રવાસીઓ પાસે શબ્દો રહ્યા નથી. મહેમાનોએ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન એક ભારત શ્રેષ્ઠ ભારત, વિકાસની દીર્ઘદ્રષ્ટિને સો સો સલામ કરી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો પણ તહેદિલથી આભાર વ્યક્ત કર્યો હતો.






સાથે કાર્યક્રમનાં શુભારંભમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્ર - રાજ્ય સરકારના મંત્રીઓ, સંગઠનના હોદ્દેદારોનો જે પ્રેમભાવ મળ્યો છે તેનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ અને આ યાત્રાનો અવસર અને તમિલ સંગમ કાર્યક્રમ થકી સંસ્કૃતિ, કલા, વારસો, ભાષા, ભવ્ય ઇતિહાસ, બોલીને ઉજાગર કરવામાં આ કાર્યક્રમ એક સ્વર્ણિમ પૃષ્ઠ બનીને રહી ગયું છે. આ પ્રસંગે તમિલ સંગમ કાર્યક્રમના તામિલનાડુના કન્વીનર સુશ્રી એ. આર. મહાલક્ષ્મી અને તમિલનાડુના પર્યાવરણ સ્ટેટ પ્રેસિડન્ટશ્રી ગોપીનાથજીએ તમિલનાડુ સેલમ અને યુવાયાત્રીકો તેમજ હરેરામ નામના વિદ્યાર્થીએ કાર્યક્રમ સંદર્ભે સરાહનીય પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.






એકતાનગર ખાતે આવીને અપાર ખુશી થઈ હોવાનું અભિવ્યક્ત કર્યું હતું. આ પ્રવાસીઓ ટેન્ટસિટી ખાતેથી જુદા જુદા ત્રણ ગ્રુપમાં કુલ છ બસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત કરશે. જે પૈકી સૌથી પહેલાં એકતાના પ્રતિક એવા એકતા મોલ ખાતે પહોંચીને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતીક એકતા મોલમાં આવેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત કરશે. ત્યારબાદ આ પ્રવાસીઓ ત્રણેય ગ્રુપમાં વિશ્વ વન, જંગલ સફારી, પેટઝોન, આરોગ્યવન, મિયાંવાકી, વેલી ઓફ ફ્લાવર, ગ્લોગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન, ડેમ વ્યુ પોઇન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રોજેક્શન મેપિંગ-શો, નર્મદા આરતી સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરશે. રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનો ટેન્ટસિટી-૨ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application