Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ-૨૦૨૩ : તમિલનાડુના સૌરાષ્ટ્રવાસીઓ બીચ રમતોની મજા માણશે

  • April 14, 2023 

ગીર સોમનાથ જિલ્લામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આજથી સદીઓ પહેલા સૌરાષ્ટ્રથી સ્થાયી થયેલા તમિલ સૌરાષ્ટ્રીયન એટલે કે મૂળ સૌરાષ્ટ્રવાસીઓ ગુજરાતના મહેમાન થવા જઈ રહ્યા છે. આ ઐતિહાસિક ઘડીઓ તેમના માટે કાયમી માટે એક સંભારણું બની રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. જેમાં ભગવાન સોમનાથના મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે બીચ રમતોનું સવિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બીચ વોલીબોલ રસ્સાખેંચ, ડોઝબોલ વગેરે જેવી રમતો રમવામાં આવશે.



આ સંદર્ભ જિલ્લા રમત વિકાસ અધિકારી જણાવે છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થનાર છે. આ સાથે સદીઓ બાદ પોતાના વતનમાં ફરી રહેલા પરત ફરી રહેલા આપણા જ બાંધવોનો સૌરાષ્ટ્ર સાથેનો તેમનો નાતો પુનઃ જીવંત અને ધબકતો બને તે માટે તેમના માટે બીચ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ સોમનાથ ખાતે અરબી સમુદ્રના કિનારે જુદી-જુદી બીચ રમતો રમશે.


આ ઉપરાંત ભાવનગર ખાતે તમિલનાડુ અને ગુજરાતના જાણીતા ખેલાડીઓ વચ્ચે લોનટેનિસ, સ્વિમિંગ, કબડ્ડી, વોલીબોલ જેવી રમતો પણ રમાશે. શ્રી ભાલીયાએ અંતમાં જણાવ્યું કે, આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના માધ્યમથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની એક ભારત, શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના પણ ચરિતાર્થ થશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application