Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાલે મત ગણતરી પહેલા સટ્ટા બજાર ગરમ,પોલ પછી શું કહે છે સટ્ટા બજાર

  • December 07, 2022 

એક્ઝિટ પોલ બાદ આવતી કાલે સૌ કોઈની નજર મતગણતરી પર છે. તેમાં પણ પોલ ઉપરાંત સટ્ટા બજારમાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત જ્યાતિષ પણ રાજકીય ગણિતને લઈને આંકડાઓ માંડી રહ્યું છે તેમાં પણ સટ્ટા બજાર પર પણ મીટ માંડવામાં આવી રહી છે.



જાણો કયા વિધાનસભાની બેઠકો પર શું કહે છે સટ્ટા બજાર ?? ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જાણો સટ્ટા બજાર પ્રમાણે કોની જીત

સટ્ટા બજાર પ્રમાણે જોવા જઈએ તો ખેડબ્રહ્મા,મહેસાણા,ઊંઝા,માણસા,અદાર,મોરબી,રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. પાટણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલની જીતની બુકીઓને આશા છે. વડોદરા શહેરની તમામ બેઠકોને બુકીઓ ભાજપની જીત માની રહ્યા છે.




સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં સટ્ટા બજારનું આ અનુમાન

બુકીઓના મતે સુરત શહેરની 12માંથી ઓછામાં ઓછી 11 બેઠકો ભાજપના ખાતામાં જાય તેવી શક્યતા છે જ્યારે ભાજપને કચ્છ સૌરાષ્ટ્રમાં વધુ બેઠકો મળવાની શક્યતા છે. હાર્દિક પટેલની વિરમગામ બેઠક પર સૌથી વધુ દાવ અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર છે. આ ઉપરાંત ખંભાળિયા બેઠક પર ભાજપના ઉમેદવાર પર સટ્ટો વધુ લાગ્યો છે. સટ્ટાબજારમાં ભાજપ વલસાડ જિલ્લાની તમામ 5 અને ડાંગ જિલ્લાની 1 બેઠક જીતશે તે નિશ્ચિત છે. નવસારી જિલ્લાની 4માંથી 3 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે. સટ્ટાબજારના મતે નર્મદા જિલ્લાની બંને બેઠકો જીતવી ભાજપ માટે મુશ્કેલ છે.




સૌરાષ્ટ્રમાં અમેરીલી પર આ છે દાવેદારી

સટ્ટાબજારમાં વિસાવદરમાંથી હર્ષદ રીબડિયા, માણાવદરમાંથી જવાહર ચાવડાની જીત નિશ્ચિત છે. આ ઉપરાંત જામજોધપુરથી લલિત વસોયા,ધોરાજી બેઠક પર ચિરાગ કાલરીયાની જીત નિશ્ચિત છે. અમરેલી જિલ્લાની 5માંથી 3 બેઠકો જીતવા માટે ભાજપ ફેવરિટ છે અને કોંગ્રેસ અને આપના એક એક ઉમેદવારો પણ પ્રબળ દાવેદાર છે.




ભાજપ-કોંગ્રેસ અહીં છે ફેવરીટ


સટ્ટા બજારના મતે મોરબી બેઠક પરથી ભાજપના કાંતિ અમૃત્યની જીત નિશ્ચિત છે,ટંકારા બેઠક પરથી લલિત કગથરા નજીવી સરસાઈથી જીતી શકે છે. પોરબંદર બેઠક જીતવા માટે અર્જુન મોઢવાડિયા ફેવરિટ છે જ્યારે કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાની જીત નિશ્ચિત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News