સોનગઢ તાલુકાનાં જંગલ વિસ્તારનાં સાતકાશી ગામે રહી મજૂરી કરી ગુજરાત ચલાવનાર રૂપાભાઈ પાડવી નામના શખ્સે તેની પત્ની સવિતા પાડવી (ઉ.વ.35)નાં ગળામાં ચપ્પુનાં ઘા ઝીંકી ક્રુરતા પૂર્વક મોતને ઘાટ ઉતારીને પોતે જંગલમાં જઈ ઝાડ સાથે લટકી આત્મહત્યા કરી લેતાં સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી પામી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ. સાતકાશી ગામે મૂળ મહારાષ્ટ્રનાં મુલગી વિસ્તારનો કોચરિયાભાઈ પાડવીનો પરિવાર છેલ્લા આઠ-દસ વર્ષથી જંગલની જમીનમાં ઘર બનાવી વસવાટ કરે છે.
આ કોચરિયાભાઈની પુત્રી સવિતાબેનનાં લગ્ન મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લાનાં ઘડગાંવ તાલુકાનાં કાતરી ગામના રહેવાસી રૂપાભાઈ વજરેભાઈ પાડવી સાથે થયા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સવિતાબેન અને તેનો પતિ મહારાષ્ટ્રથી આવી સાતકાશી ગામે કોચરિયાભાઈના ઘરે રહી મજૂરી કામ કરી જીવન ગુજારતા હતા આ મજૂર દંપતીને ચાર સંતાનો પણ છે દરમિયાન ગત તારીખ 29/01/2024નાં રોજ સાંજના સમયે સવિતાબેન તેના ઘરે હતી.
ત્યારે તેનો પતિ રૂપાભાઈ પાડવી અચાનક ઘરે આવી પત્ની સવિતાબેન સાથે કોઈ બાબતે ઝઘડો કરવા લાગ્યો હતો અને સવિતાબેનનો ચોટલો પકડી પોતાના હાથમાં રહેલ ચપ્પુથી સવિતાબેનનાં ગળાના ભાગે બેથી ત્રણ ઘા ઝીંકી દીધા હતા તેથી લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડેલ સવિતાબેનનું થોડા સમયમાં મોત નીપજ્યું હતું. આ પ્રમાણે પત્ની સવિતાબેનના ગળાના ભાગે ચપ્પુથી ગંભીર ઈજા પહોંચાડી તેનો પતિ રૂપાભાઈ પાડવી જંગલ તરફ ભાગી છુટ્યો હતો.
થોડા સમય પછી નજીકના તાપ્તી રેંજના શેરૂલા બીટના જંગલમાં રૂપાભાઈ પાડવીનો ઝાડની ડાળી સાથે દોરી વડે લટકતી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો આમ પતિએ કોઈ કારણસર ગુસ્સામાં આવી પોતાની પત્નીને ગળામાં ચપ્પુનાં ઘા મારી પોતે જંગલમાં જઈ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે હત્યા અને આત્મહત્યાનાં બનાવ અંગે સોનગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500