Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તિલકવાડામાં સાવલી પ્રાથમિક ગૃપ શાળા ખાતે સર્વ શિક્ષા અભિયાન મિશન સૌ ભણે, સૌ આગળ વધેના ઉમદા આશય સાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

  • June 12, 2023 

સમગ્ર ગુજરાત રાજયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૩ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે હાઉસીંગ કમિશનરશ્રી આર. એસ. નિનામાની પ્રેરક ઉપસ્થિતમાં જિલ્લા શિક્ષણ સમિતિ પંચાયત નર્મદા સંચાલિત દ્વારા તિલકવાડા તાલુકામાં સાવલી પ્રાથમિક ગૃપ શાળા ખાતે સર્વ શિક્ષા અભિયાન મિશન સૌ ભણે, સૌ આગળ વધેના ઉમદા આશય સાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા મહેમાનોનું કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.


આ પ્રસંગે હાઉસીંગ કમિશનર આર.એસ. નિનામાએ જણાવાયુ હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી શરૂ કરેલા શાળા  પ્રવેશોત્સવને ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે બાળકોને આંગણવાડી, બાલવાટિકા અને તથા ધોરણ-૦૧ના નામાંકન કરવામાં આવ્યું છે. શિક્ષણની નવી નીતિમાં બાળકોને માટે આ વર્ષથી બાલવાટિકા શરૂઆત કરવામાં આવ્યું છે ત્યારે શિક્ષકોએ બાળકોને ધો.૧માં પ્રવેશ માટે પૂર્વ તૈયારી કરાવી તેમનું જ્ઞાન સેતુ અને જ્ઞાન શક્તિ વધી બાળકો એકલવ્ય અને નવોદયા જેવી શાળાઓમાં પ્રવેશ મેળવી સારી સફળતા પ્રાપ્ત કરી પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવે અને બાળકોને પ્રોત્સાહિત કરવા અનેક પ્રયત્નો શાળાઓ થકી થાય જેના માટે શિક્ષકોને સકારાત્મક સૂચનો આપ્યા હતા.


હાઉસીંગ કમિશનર આર.એસ. નિનામાએ આંગણવાડી અને બાલવાટિકા બાળકોને દફતર કીટ, કંપાસ બોક્સ આપી નામાંકન કર્યું. તેમજ શાળાનાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત મહેમાનો સમક્ષ વિવિધ વિષયો પર સુંદર વક્તવ્ય રજૂ કર્યા હતા. આ વર્ષમાં શાળામાં પ્રથમ આવનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. શાળાના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાની મુલાકાત લઈ SMC સાથે બેઠક યોજાઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News