Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : પાંચ ગામના સરપંચોએ તાપી જિલ્લા કલેક્ટર અને પોલીસવડાને આવેદનપત્ર આપ્યું

  • January 10, 2021 

વ્યારા ની સીમ માંથી પસાર થતો નેશનલ હાઇવે પર આવેલા પાંચ જેટલા ગામોમાં  ખેડૂતોને હાઇવે નજીક આવેલી ખેતરોમાં જવા માટે ડિવાઈડર ના કારણે ટીચકપુરા બાયપાસથી રોંગ સાઈડ પર જવું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. આ બાબતે યોગ્ય નિરાકરણ કરવા માટે પાંચ ગામના સરપંચોએ તાપી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી.

 

 

ખેડુતને પોત - પોતાના ખેતરમાં જવા માટે યોગ્ય સગવડ કરી આપવા અને પોલીસ દ્વારા હેરાનગતિ ન કરવામાં આવે.

આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ વ્યારા તાલુકનના  ટીચકપુરા,પનિહારી,કહોલી, માયપુર અને ખુશાલપુરા ગામોની મધ્ય માથી સુરતથી ધુલીયા સુધીનો નેશનલ હાઇવે પસાર થાય છે. જે હાઇવેની મધ્યમાંથી બન્ને સાઇડની ડિવાઇડરની લાઇન કરવામાં આવેલ છે. નેશનલ હાઇવેની બન્ને સાઇડમાં ઉપરોક્ત મુજબ ના ગામોના મોટા ભાગના ખેડુતોની જમીન આવેલી છે. જે જમીનોમાં ખેતી પાકો ફરવા જવા આવવા માટે  નેશનલ હાઇવે નો ઉપયોગ લઇને ખેતર  સાઇડ પર જઇ શકાય છે.

 

 

 

પરંતુ તમામ ગામોના ખેડુતોને ટીચકપુરા મુકામે આવેલ બાયપાસ રોડ પરના એક માત્ર નાકા નો ઉપયોગ કરવો પડે છે. અન્ય જગ્યાએથી બિલકુલ સાઇડ પર આવ જાવ કરી શકાતું નથી. તેમજ ખેતીના વાહનો ને પણ ખેતી પાકો લઇને અવર જવર કરવા માટે ખુબજ મુશ્કેલી પડે છે. અમુક સમયે ખેડૂતોને ખેતરે જવા માટે રોંગ સાઇડે જવાની નોબત આવે છે. અને રોંગ સાઈડે  ત્યારે કેલીકવાર પોલીસ દ્વારા હેરાન ગતિ કરવામા આવે છે. અને દંડ વસુલ કરવામાં આવે છે.

 

 

 

જેથી દરેક ખેડુતને પોત - પોતાના ખેતરમાં જવા માટે યોગ્ય સગવડ કરી આપવા અને પોલીસ દ્વારા હેરાનગતિ ન કરવામાં આવે. તેમજ દંડ ન લેવા અને મોજે ટીચકપુરા ગામે બાયપાસ હાઇવે પર આવેલ નાકા પર થોડા દુર  બન્ને તરફ જવા આવવા માટે જણાવેલ છે.  ગામોના ખેડુતો તેમજ રાહદરીઓને પોત-પોતાના વાહનો લઈને જવા આવવા માટે સુગમતા રહે તે માટે જરૂરી નિર્ણય લેવા પાંચ ગામ ના સરપંચ એ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application