Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આવાસ યોજનાનો કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં ૫૦ હજારની લાંચ લેતા સરપંચ ઝડપાયો-બીજું કોણ પકડાયું ?? વિગત જાણો

  • August 24, 2021 

સુરત જિલ્લામાં કામરેજના જોખાગામના સરપંચને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનાવી આપવાનો કોન્ટ્રાકટ આપવાના બદલામાં કોન્ટ્રાકટર પાસેથી અગાઉ રૂપિયા ૫૧ હજાર પડાવી લીધા બાદ વધુ રૂપિયા ૫૦ હજારની લાંચની માંગણી કરતા એસીબીએ છટકું ગોઠવી લાંચની રકમ સ્વીકારતા તેના ઘરમાં રંગેહાથે ઝડપી પાડ્યો હતો.

 

 

 

 

એસીબીના જણાવ્યા મુજબ કામરેજના જોખાગામ રાજપુત ફળિયામાં રહેતા જોખાગામના સરપંચ હિતેષ કાંતિલાલ જાષીએ તેના ગામના લોકોના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજુર થયેલા મકાનો બનાવી આપવાનો કોન્ટ્રાકટ આપવાના બદલામાં કોન્ટ્રાકટર પાસેથી પહેલા રૂપિયા ૧૧,૦૦૦ અને બીજા તબક્કામાં રૂપિયા ૪૦,૦૦૦ લઈ લીધા હતા. ત્યારબાદ હિતેષ જાષીએ કોન્ટ્રાકટરને ઘરે બોલાવી વધુ રૂપિયા ૫૦ હજારની માંગણી કરી હતી. જોકે આ વખતે કોન્ટ્રાકટર લાંચની રકમ આપવા માંગતો ન હતો. અને આ મામલે એસીબીના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી ફરિયાદ કરી હતી. જે ફરિયાદને આધારે મદદનીશ નિયામક એ.સી.બી.ના એન.પી.ગોહિલના સુપરવિઝન હેઠળ પીઆઈ આર.કે.સોલંકીએ ટીમના માણસો સાથે આજે છટકુ ગોઠવી સરપંચ હિતેષ જોષીને જેના ઘરમાંથી કોન્ટ્રાકટર પાસેથી રૂપિયા ૫૦ હજારની લાંચ લેતાï રગેહાથે ઝડપી પાડ્યો હતો.

 

 

 

 

 


વધારાના એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ કચેરીનો ખાનગી વ્યકિત રૂપિયા ૫૦ની લાંચ લેતા ઝડપાયો

નાનપુરા બહુમાળી ભવનના બીજા માળે આવેલ વધારાના એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની કચેરીમાં પોલીસ દ્વારા રજુ કરવામાં આવલા આરોપીઅો પાસેથી કચેરીમાં ખાનગી વ્યકિત રૂપિયા ૫૦ થી લઈને ૨૦૦ લેતો હોવાની મળેલી ફરિયાદને આધારે આજરોજ ઍસીબીએ છટકુ ગોઠવી તેને રૂપિયા ૫૦ની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો.

 

 

 

 

ઍસીબીના જણાવ્યા મુજબ નાનપુરા બહુમાળી ભવનમાં આવેલ વધારાના ઍક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની કચેરીમાં ફરજ બતાવતો ખાનગી વ્યકિત અનિલ ઈશ્વર પટેલ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતેથી પકડાયેલા આરોપીઓને પોલીસ દ્વારા સુલેહ શાંતીનો ભંગ ન કરે તે માટે જમીન લેવડાવવા માટે કચેરીમાં રજુ કરવામાં આવે છે ત્યારે અનિલ પટેલ પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલા આરોપીઓ પાસેથી રૂપિયા ૫૦ થી લઈને ૨૦૦ સુઘીની લાંચની રકમ લેતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને લઈને આજરોજ એસીબી દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતુ. એસીબીની ડીકોયમાં આરોપી અનિલ પટેલ રૂપિયા ૫૦ની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application