ઉમરગામ તાલુકાનાં સરીગામ પાગપાડા નવીનગરીમાં રહેતા રાહુલ બાબુરાવ કામડી નાંઓ રાતે પટેલ નગર ખાતે મિત્ર સૂરજ પાસે તેના મિત્ર ભાલુ કે જે જેલમાં હોય, તેના જામીન બાબતે પૂછવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન સૂરજ ઉર્ફે હડ્ડી વિધ્યાનંદ ઝાએ રાહુલને તારે અમારી ઘરની ગલીમાં આવવાનું નહીં, તેમ કહી ઝઘડો કર્યો હતો.
આ સમયે મહેતાબ રોઝન ખાન અને સન્ની રાજેશભાઈ ઝાલાએ ત્યાં પહોંચીને અપશબ્દો બોલી ઢીકામૂક્કીનો માર માર્યો હતો. જયારે સન્નીએ રાહુલના પીઠના પાછળના ભાગે ચાકુ જેવા કોઈક તીક્ષ્ણ હથિયારથી મારમારતા બુમાબુમ થઈ ગઈ હતી. આ સમયે આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application