Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા: ટ્રક પલટી જતા ચાલક નું દબાઈ જતા મોત

  • December 27, 2020 

સાપુતારા માલેગાવ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર સ્ટેટ હાઉસ પાસેના વળાંક પાસે અવાર-નવાર અકસ્માતો સર્જાતા જ હોય છે. મળતી માહિતી મુજબ સંગમનેરથી અમદાવાદ તરફ કપાસનો જથ્થો ભરી જઈ રહેલ ટ્રક નં.જીજે/૦૨/એક્ષએક્ષ/૬૮૬૦ ની માલેગાવ રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં બ્રેક ફેલ થતા બેકાબુ બનેલ ટ્રક માર્ગ સાઈડની સંરક્ષણ દીવાલ કુદી ખીણમાં ખાબકતા ટ્રક ચાલત ટ્રક નીચે કલાકો સુધી દબાઈ રહ્યો જેના કારણે ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું.

 

 

 

સાપુતારા-માલેગાવ રેસ્ટ હાઉસ પાસે થયેલ અકસ્માતમાં ટ્રક ચાલક ઇમરાન ઈબ્રાહીમ શેખ કલાકો સુધી ફસાઈ રહ્યા હતા જેથી તેમનું ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયો ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ ક્રેન કે બચાવ માટે કોઈ મશીનરી ઉપલબ્ધ ન હોય તેઓ પણ લાચાર બની ગયા હતા તંત્ર વહેલી તકે સાપુતારા માલેગાવાના આ વળાંક પાસેથી અકસ્માત સમયે ક્રેન જેવા સાધનો ઉપલબ્ધ કરાવે તે જરૂરી હોય સમય પર જીવ બચાવી શકાય તેમ છે,

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application