ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓના ફોટા પાડનાર ફોટોગ્રાફરો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પાંચ જેટલા વ્યક્તિઓ દ્વારા સાથે મળીને ફોટોગ્રાફરને માર મારવામાં આવ્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, સાપુતારા ખાતે રહેતા શૈલેષભાઈ જયસિંગભાઈ યાદવ (મૂળ રહે. દેવરિયા, તા.જિ. દેવરિયા મધ્યપ્રદેશ)એ સાપુતારા ટેબલ પોઈન્ટ ઉપર પ્રવાસીઓની ફોટોગ્રાફી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. ત્યારે શૈલેષભાઈ તથા તેમના નાના ભાઈ નિલેશ અને આદિત્ય જિતેન્દ્ર પાંડે સાથે મોટરસાઈ કલ ઉપર કેમેરો લઈ સાપુતારા ગવર્નર હિલ ઉપર પ્રવાસીઓને ફોટોગ્રાફી કરવા માટે આવ્યા હતા અને પ્રવાસીઓના ફોટા પાડી રહ્યા હતાં.
તે વખતે શૈલેષભાઈ સાથે કામ કરતો આદિત્ય પાંડેએ શૈલેષભાઈનાં કેમેરાથી પ્રવાસીનાં ફોટો પાડતા હતા. દરમિયાન ફોટોગ્રાફીનું કામ કરતા શુભમ રાજપૂત આવ્યો અને આદિત્યને અપશબ્દ બોલવા લાગ્યો હતો ‘તું મોટો કેમેરો કેમ લઈને આવેલ છે, તારા લીધે અમારો ધંધો થતો નથી’ એમ કહી શુભમ રાજપૂત દ્વારા અપશબ્દ બોલવામાં આવ્યા હતા અને શૈલેષભાઈ સાથે પણ મારામારી કરવામાં આવી હતી. તેમજ થોડા સમય બાદ શુભમ રાજપૂતનો પક્ષ લઈ રોશન અશોક પાંડે નામનો વ્યક્તિ આવ્યો હતો અને શૈલેષભાઈને અપશબ્દ બોલવા લાગ્યા હતા.
ત્યારબાદ સાંજે શૈલેષભાઈ ટેબલ પોઇન્ટ ઉપર આવેલ ટોઇલેટની બાજુમાં ઊભા હતા ત્યારે ભાઈ નિલેશ તેમની માલિકીની બોલેરો ગાડીમાં સૂતેલો હતો તે સમયે સવારના ઝઘડાનું મન દુ:ખ રાખી રોશન પાંડે સહિત પાંચે શૈલેષ તથા તેના ભાઈ નિલેશ સાથે ગાળાગાળી કરી ઢીકમુક્કીનો માર મારવા લાગ્યો હતો. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં શૈલેષભાઈએ સાપુતારા પોલીસ મથકે શુભમ રાજપૂત (રહે.લુધિયાણા જિ.લુધિયાણા, હાલ રહે.બોરગાવ તા.સુરગાણા જિ.નાશિક), રોશન અશોકભાઈ પાંડે (રહે.નંબર બસબીટા, જિ.સીતામઢી, મીજોરમઢી), ઉજવલભાઈ વિરેન્દ્રભાઈ પાંડે (રહે.નંબર બસબીટા, જિ.સીતામઢી,મીજોરમઢી), રિકિભાઈ વિરેન્દ્રભાઈ પાંડે (રહે.નંબર બસબીટા,જિ.સીતામઢી, મીજોરમઢી), દિવ્યેશ સુરેન્દ્રભાઈ પાંડે (રહે.નંબર બસબીટા,જિ.સીતામઢી, મીજોરમઢી) મળી કુલ પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500