ડાંગ પોલીસ સ્ટાફનાં માણસો ગુરુવારનાં રોજ વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન પ્લાસ્ટિકનાં કેરેટની આડમાં અમદાવાદ લઈ જવાતો 26 લાખનો દારૂ ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અધિક પોલીસ મહાનિર્દેશક સુરત વિભાગ, સુરત તથા ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા આહવા ડાંગના ઓની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક આહવા વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આહવાના માર્ગદર્શન હેઠળ આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી અનુસંધાને ગેરકાયદેસર પ્રવૃત્તિની હેરાફેરી ન થાય તે માટે સખત વાહન ચેકિંગ કરી આવી પ્રવૃત્તિ નાબુદ કરવા માટે આપેલ સુચનાના આધારે સાપુતારા પોલીસ દ્વારા સાપુતારા મહારાષ્ટ્ર ગુજરાત રાજ્યની પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી.તે સમય દરમિયાન પ્લાસ્ટિકનાં કેરેટની આડમાં અમદાવાદ લઈ જવાતો 26 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. સાપુતારા ચેકપોસ્ટ ઉપર વહાન ચેકીંગ દરમિયાન એક ટાટા ટેમ્પો નંબર જીજે/27/ટીટી/4131માં ટેમ્પોની અંદર તપાસ કરતાં કેરેટની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં પુઠાના બોક્સમાં દારૂની બોટલો મળી આવી હતી. ટેમ્પો ચાલક વિનોદકુમાર સકઠું ગઠરીયાને કેરેટની આડમાં મળી આવેલ ઈંગ્લીશ દારૂ પોતાના ટેમ્પોમાં રાખવા બાબતે પોલીસ દ્વારા પૂછપરછ કરતાં અને કોઈ પાસ પરમીટ ન મળી આવતા સાપુતારા પોલીસે દારૂ તથા ટેમ્પો જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આમ, પોલીસે ઝડપાયેલા આરોપીની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો જેની કીંમત રૂપિયા 26 લાખ અને ટેમ્પો મળી કુલ રૂપિયા 38,38,855/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application