Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સંજુ સેમસનની રન આઉટની સ્ટાઈલ જોઈ MS ધોનીને ભૂલી જશો

  • April 15, 2024 

પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ આઈપીએલ 2024માં આ ક્ષણ સૌ કોઈને યાદ રહેશે. જ્યારે કેપ્ટન સંજુ સેમસને એક શાનદાર કામ કર્યું છે. સંજુ સેમસને એક એવો રન આઉટ કર્યો છે જેને જોઈ તમે ધોનીને પણ ભૂલી જશો. કારણ કે. તે વિકેટની પાછળ આવું કામ કરે છે. સેમસને પણ ધોનીની આ સ્ટાઈલમાં ખેલાડીને રન આઉટ કર્યો હતો. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  પંજાબ કિંગ્સના બેટ્સમેન આશુતોષ શર્મા ખતરનાક અંદાજમાં જોવા મળી રહ્યો છે. પંજાબ કિંગ્સની 18મી ઓવર ચાલુ હતી અને આ ઓવરના પાંચમા બોલ પર આશુતોષે 2 રનનો કોલ આપ્યો હતો.


તેની સાથે લિયામ લિવિંગસ્ટોન હતો. બોલ મિડ વિકેટ પર ગઈ જ્યાં તનુષ કોટિયાને બોલ નાંખ્યો હતો. લિયામ બીજા રન માટે દોડ્યો પરંતુ આશુતોષે ના પાડી દીધી હતી.ત્યાં લિવિંગસ્ટોન પરત ફરે તો સેમસને અહિ તમામ કામ પૂર્ણ કરી નાંખ્યું હતુ. સંજુ સેમસને પોતાની ટેકનિક દેખાડી અને કોટિયાનને થ્રોને પકડ્યો અને તે સ્ટંપ્સેથી દુર હતો,  પરંતુ તેમણે કોઈ પણ રીતે સ્ટંમ્પ પર થ્રો માર્યો હતો અને થર્ડ અમ્પાયરે લિયામ લિવિંગસ્ટોનને આઉટ કર્યો હતો. સંજુ સેમસને એક મહત્વની વિકેટ રાજસ્થાન રોયલ્સને અપાવી હતી. કારણ કે, છેલ્લી ઓવરમાં લિવિંગ્સ્ટન કેટલો ખતરનાક હોય તે સૌ કોઈ જાણે છે. રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024માં પોતાના શાનદાર પ્રદર્શનથી રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 3 વિકેટથી હાર આપી છે. છેલ્લી ઓવરમાં શિમરોન હેટમાયરે ત્રીજા અને પાંચમા બોલ પર સિક્સ ફટકારી ટીમને 3 વિકેટથી જીત અપાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News