કેન્દ્ર સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ 1 થી 15મી ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડા-2021ની થનારી ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ સ્વચ્છતા પખવાડાની ઉજવણીના પૂર્વ આયોજન અંગે જિલ્લા કલેકટર ડી.એ.શાહની રાહબરી હેઠળ નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે રાજપીપળા કલેકટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં જરૂરી વિચાર-વિમર્શ સાથે સંબંધિત અમલીકરણ અધિકારીઓને ઉક્ત ઉજવણી દરમિયાન સ્વચ્છતાલક્ષી વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન ઘડી કાઢવા સૂચના આપવામાં આવી છે. જેમાં રાજપીપળા પાલિકા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નહેરૂ યુવા કેન્દ્ર, નર્મદા સહિત વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ, ખાનગી કોર્પોરેટ કંપનીઓ, ધાર્મિક સંસ્થાઓ વગેરેના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવા, સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત પહેલા જિલ્લાના સૌથી વધુ ગંદા વિસ્તારો, પોકેટ્સ વગેરે સુનિશ્વિત કરી તેની યાદી બનાવીને આવા વિસ્તારોમાં સંપૂર્ણ સફાઇ થાય અને કાયમી રીતે હંમેશા સ્વચ્છ રહે તે માટે સ્થાનિક પરિસ્થિતિ મુજબની કાર્ય યોજના તૈયાર કરીને તેનો અમલ કરવા સૌથી ગંદા વિસ્તારોમાં મહાનુભાવોની મુલાકાત મારફત સ્વચ્છતાની સમજ સાથેનો સંદેશો ગુંજતો થાય તેવા કાર્યક્રમોનું આયોજન થાય તે જોવાની પણ હિમાયત કરાઇ હતી.
આ બેઠકમાં જિલ્લામાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત તાલુકા વાઇઝ નિમાયેલા નોડલ અધિકારીઓને સ્વચ્છતા જાગૃત્તિ માટે સોશિયલ મિડીયા ટુલ્સ-પ્લેટ ફોર્મનો ઉપયોગ કરવા, માસ્ક, સેનીટાઇઝર, સાબુ અને સુરક્ષા સંબંધી વસ્તુઓની વિતરણની કામગીરી સહિત જાગૃત્તિની પ્રવૃત્તિઓ પણ ઉક્ત ઉજવણી દરમિયાન આવરી લેવાની જરૂરીયાત પર ભાર મૂકાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500