તાપી જિલ્લામાંથી પસાર થતી તાપીનદીમાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃતિ પુરજોશમાં ચાલી રહ્યું છે. તાપીનદીમાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃતિ ખાણ ખનીજ વિભાગના દેખરેખ હેઠળ જ ચાલતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ સમગ્ર બાબત ખાણ ખનીજ વિભાગના અધિકારી તનવીર સૈયદ ને જાણમાં ન હોય તે વાત પણ ગળે ઉતરે તેમ નથી.
બોરીસાવર, વાડી ભેંસરોટ તેમજ વાઘનેરા અને વેન્કુર સહિતના ગામોમાં ગેરકાયદેસર રેતી ખનન
ખાસ કરીને સોનગઢ તાલુકામાં માંથી પસાર થતી તાપી નદી કિનારે આવેલા બોરીસાવર, વાડી ભેંસરોટ તેમજ વાઘનેરા અને વેન્કુર સહિતના ગામોમાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ પુર જોશમાં ચાલી રહી છે. સ્થાનિક તંત્રને જાણ કરવા છતા પણ રેતી માફિયાઓ પર કાર્યવાહી કરવામાં પાંગળા સાબિત થઈ રહ્યા છે.
રેતીનો ગેરકાયદેસરનો વેપલો કરનારાઓની પણ તપાસ હાથ ધરવામાં આવે
રેતી માફિયાઓ જયારે પણ સરકારી તંત્રમાં રજાઓ હોય ત્યારે આડેધડ રેતી ખનન કોઈ પણ જાતના ડર વગર કરે છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હાલમાં વાડી ભેંસરોટ સહિત બોરીસાવર, વેન્કુર તેમજ વાઘનેરામાં રેતી ઉલેચવાનો કારોબાર ચાલી રહ્યી છે, ત્યારે અહીના વિસ્તારમાં ચાલતી રેતી લીઝ સ્થળે તપાસ હાથ ધરી રેતીનો ગેરકાયદેસરનો વેપલો કરનારાઓની પણ તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.
દિવસ દરમિયાન એકલ દોકલ ટ્રકોમાં રેતી ભરી ઓવરલોડ ટ્રકોને સાઈટ પર લગાવી દેવામાં આવે છે..
સોનગઢમાં તાપી નદી કિનારે આવેલ વાડી ભેંસરોટની જ વાત કરીએ તો, અહીં લીઝના સ્થળે આડેધડ રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે, દિવસ દરમિયાન એકલ દોકલ ટ્રકોમાં રેતી ભરી ઓવરલોડ ટ્રકોને સાઈટ પર લગાવી દેવામાં આવે છે, ત્યારબાદ રાત્રીના સમયે તમામ ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો બારોબાર કાઢી દેવામાં આવી રહી છે, વર્ક પરમીટ કોણે અને ક્યાંથી રેતી કાઢવા મેળવી ?? ક્યા સ્થળથી રેતી કાઢવામાં આવી રહી છે ?? આ સમગ્ર બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારી તનવીર સૈયદ ખુબસારી રીતે વાકેફ હોવાછતાં કાર્યવાહી કેમ કરતા નથી ?? તે એક ચર્ચા નો વિષય બન્યો છે.
નદીમાંથી રેતી ભરીને આવતી ટ્રકોમાંથી પડતુ પાણીથી ગામના રોડ રસ્તા ને પણ નુકશાન
સોનગઢના તાપી નદી કિનારે આડેધડ રેતી ખનન થતા ગ્રામ પંચાયતની એટલે કે,સરકારી મિલ્કતોને પણ ભારે નુકશાન થઈ રહ્યુ છે. નદીમાંથી રેતી ભરીને આવતી ટ્રકોમાંથી પડતુ પાણીથી ગામના રોડ રસ્તા તેમજ ભારે વજનના કારણે ગામની ગટરને પણ નુકશાન થઈ રહ્યુ છે. ત્યારે તાપી જિલ્લા વિકાસ આધિકારી પણ આ બાબતને ગંભીરતા લઇ તપાસના આદેશ આપે તે જરૂરી બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500