સોનગઢ તાલુકાની સીમમાં પસાર થતી તાપી નદીમાંથી રેતીની લીઝ ચલાવનારાઓ કેટલાક રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન પૂરજોશમાં કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. બાજ નાવડી પર પ્રતિબંધ હોવાછતાં જમાપુર અને પાંચપીપળામાં તાપી નદીમાંથી રેતી કાઢવા માટે બાજ નાવડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે જીલ્લા કલેકટરશ્રી સ્થળ તપાસના આદેશ આપે તે પણ જરૂરી બન્યું છે.
તાપી જીલ્લાના સોનગઢ તાલુકામાંથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદીમાંથી ઠેરઠેર ગેરકાયદે રેતી ખનનનો વેપલો પૂરજોશમાં ચાલી રહ્યો છે. જેમાં તાપી નદીના કિનારે આવેલા ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાણ ખનીજ ખાતા દ્વારા સોનગઢ તાલુકામાં રેતીની લીઝના અલગ અલગ બ્લોક પાડી હરાજી કરી રેતી લીઝો આપવામાં આવે છે.
સરપંચએ ઉચ્ચઅધિકારીઓને જાણ કરી છે કે કેમ ?? તે પણ એક તપાસનો વિષય બન્યો છે.
સોનગઢ તાલુકાના જમાપુર ગામની સીમમાં આવેલ રેતી લીઝ ધારક તાપી નદીમાંથી બાજ નાવડી દ્વારા બેરોકટોક રેતી ઉલેચવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે, જોકે ભૂસ્તર વિભાગ દ્વારા આ બાબતે સ્થળ તપાસ સુધ્ધા કરવામાં આવી નથી તે એક ચર્ચાનો વિષય બન્યો છે, એટલું નહી અહીના લીઝ ધારક અન્ય લીઝની રોયલ્ટી આપતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે, પાંચપીપળા વિસ્તારમાં પણ તાપી નદીમાં બાજ નાવડી ઉપયોગ થઇ રહ્યો છે, ત્યારે સ્થાનિક ભૂસ્તર વિભાગ આ બાબતને ગંભીરતા લઇ સ્થળ તપાસ હાથ ધરે તે જરૂરી બન્યું છે. જોકે ગામના કોઈ ગેરકાયદેસરની પ્રવુતિ ચાલતી હોય તો તે મુદ્દે સંબંધિત વિભાગના ઉચ્ચઅધિકારીઓને જાણ કરવાની જવાબદારી ગામના સરપંચની હોય છે, જોકે આ મુદ્દે સરપંચ અને તલાટીએ ઉચ્ચઅધિકારીઓને જાણ કરી છે કે કેમ ?? તે પણ એક તપાસનો વિષય બન્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500