જિલ્લા પંચાયત તાપી-વ્યારાની સામાન્ય સભા અઘ્યક્ષ સુરજભાઈ ડી. વસાવા પ્રમુખ જિ.પં.તાપીની અધ્યક્ષતામાં અને સભાના સચિવ ડી.ડી. કાપડીયા જિલ્લા વિકાસ અધિકારી અને જેમા કારોબારી સમિતિના અધ્યક્ષ તથા ધારાસભ્ય વ્યારા મોહનભાઈ કોંકણીની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી. આ સભામાં 15મું નાણાપંચ નાણાંકીય વર્ષ 2023-24 જિલ્લા કક્ષા 10 ટકા આયોજન કરવામાં આવેલ, જેમાં, અનટાઈડ બેઝિક 40% સદરે માળખાગત વિકાસ, શિક્ષણ, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, મહિલા અને બાળવિકાસ, આરોગ્ય અને સ્વાસ્થ્ય, સામાજિક સુરક્ષા અને સામાજિક ન્યાય, કૃષિ પશુપાલન ડેરી, વિકાસ અને મત્સ્યોદ્યોગ માટે રૂા.280,00 લાખ તથા ટાઈડ ગ્રાન્ટ 60% સદરે પીવાના પાણીના સ્ત્રોત અંગેના કામો, ગટર વ્યવસ્થા, કચરાના સેગ્રીગેશનની લગત કામગીરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ–સર્જીકલ સાધનો અને બીએલએસ કીટ સહિતની એમ્બ્યુલેશન જેવી સેવાઓ વિગેરે માટે રૂા.૪૨૦.૦૦ લાખના આમ, કુલ રૂા.900.00 લાખના કામોની આયોજન માટે બહાલી આપવામાં આવી હતી.
વધુમાં, સામાન્ય સભામાં જિલ્લા પંચાયત સદસ્યઓ ધ્વારા ગ્રામ્ય કક્ષાએ Wasmo સંચાલિત પીવાના પાણી માટેની રજુઆતો કરવામાં આવી. જે અંગે સચિવ ડી.ડી. કાપડીયા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વાસ્મોના અધિકારીએ જરૂરી સુચના આપી હતી. જિલ્લા પંચાયત પરિસરમાં કચેરી કામ માટે આવતા અરજદારોને તમામ યોજનાઓની LED screen Online Applicationની સુવિધા સાથેની જિલ્લા પંચાયતની કચેરી ખાતે અધ્યતન (જનસેવા કેન્દ્ર) સુવિધા ધરાવતું પ્રતિક્ષાકક્ષ સાથેનું નિમાર્ણ કરવાનું મંજુર કરવામાં આવ્યુ. અંતમાં જિલ્લા પ્રખુખ અને સામાન્ય સભાના અધ્યક્ષઓનો આભાર માની સભાનું કામકાજ પુર્ણ થયેલ જાહેર કરવામાં આવ્યુ હતું.
આ ઉપરાંત, આરોગ્ય, આઈ.સી.ડી.એસ., કૃષિ, મનરેગા સરકારની યોજનાઓ શાખાધિકારીઓ દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી. પોષકવાલી યોજના અંગે પદાધિકારીઓને દત્તક આંગણવાડી લેવાનું સુચન કરવામાં આવ્યું. વર્તમાન ગ્રામસભામાં પદાધિકારીને જાણકારી આપવામાં આવી અને અનુકુળતાએ ગ્રામસભામાં હાજરી આપવા જણાવ્યુ. ગ્રામસભામાં પ્રત્યેક ગામમાં અતિ 10 ગરીબમાં ગરીબ કુટુંબને શોધી માહિતી તૈયાર કરવા જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500