Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નહેરૂ યુવા કેન્દ્ર સુરત દ્વારા સનારાઈઝ એજ્યુકેશન સ્પોર્ટ્સ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ઉધનાને ‘જિલ્લા ઉત્કૃષ્ટ યુવા મંડળ એવોર્ડ’ એનાયત

  • April 10, 2023 

કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા સનારાઈઝ એજ્યુકેશન સ્પોર્ટ્સ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ઉધનાને વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે ‘જિલ્લા ઉત્કૃષ્ટ યુવા મંડળ એવોર્ડ’ એનાયત કરાયો હતો. જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકના હસ્તે સનરાઈઝ એજ્યુકેશન,સ્પોર્ટ્સ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ઉધના-સુરતના સંસ્થાપકશ્રી પ્રદિપ રામકૃષ્ણ શિરસાઠને પુરસ્કાર તથા જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્મા દ્વારા શિલ્ડ અને પુરસ્કાર રાશિ રૂ.૨૫,૦૦૦ આપી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.






નોંધનીય છે કે, જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા આ પુરસ્કાર માટેની પસંદગી કરવામાં આવી હતી. નેહરુ યુવા કેન્દ્ર દ્વારા જિલ્લામાં શૈક્ષણિક, રમતગમત, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે યુવા વિકાસ અને કૌશલ્ય વિકાસ, ડોર ટુ ડોર કાનૂની જાગૃતિ અભિયાન, સાક્ષરતા ઝુંબેશ, કોરોના મહામારી સમયે જરૂરિયાતમંદ લોકો માટે સહાયતા અને ફૂડ પેકેટનું વિતરણ , રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોના કાર્યક્રમો, વિનામૂલ્યે શિક્ષણ સમર કેમ્પ, યુવાનો માટે સાહસિક કાર્યક્રમો, યુવા નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરો, યોગાસનના કાર્યક્રમો , આંતર-રાજ્ય શૈક્ષણિક પ્રવાસ વગેરે જેવા રાષ્ટ્રીય વિકાસ અને સામાજિક સેવા ક્ષેત્રમાં કામગીરી કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application