Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં ઘારી બનાવવા ઉપયોગમાં આવતા માવાના સેમ્પલ પાલિકાના ફૂડ વિભાગે લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલ્યા

  • October 15, 2024 

સુરતમાં આગામી દિવસોમાં ચંદની પડવાના તહેવારમાં મોટા પ્રમાણમાં ધારી બનશે તેથી ઘારી બનાવવા ઉપયોગમાં આવતા માવાના સેમ્પલ પાલિકાના ફૂડ વિભાગે લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. સુરત શહેરમાં ચંદની પડવાના તહેવારનું ભારે મહત્વ છે. સુરતીઓ આ દિવસે હજારો કિલો ઘારી અને ભુસુ ખાઈ જતાં હોય છે. અને તેના કારણે સુરતમાં મોટા પ્રમાણમાં અનેક વેપારીઓ મોટી માત્રામાં ધારી બનાવવાનું કામ કરે છે.


આ ઘારી માટે મુખ્ય ઘટક તરીકે માવાનો ઉપયોગ થાય છે તેથી આ દિવસોમાં ઘારી બનાવવા માટેના માવાનું સુરતમાં મોટાપાયે વેચાણ થાય છે. આ ઘારીનો માવાની ગુણવત્તા જળવાઈ રહે તે માટે પાલિકાના ફુડ વિભાગ દ્વારા માવાના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. આરોગ્ય વિભાગની સાત ટીમ દ્વારા માવા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા બાદ તેને રિપોર્ટ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યા છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ કરવામા આવશે તેવું ફુડ વિભાગે જણાવ્યું હતું. જયારે વહેલી સવારથી જ આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા માવા વિક્રેતાઓને ત્યાં મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application