સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) અને સ્ટેટ ડ્રગ ઓથોરિટીની તપાસમાં દેશભરમાં બનેલી 103 દવાઓના સેમ્પલ ફેલ થયા છે. આ સેમ્પલોમાં ઉધરસ, શરદી, એલર્જી, દર્દ નિવારણ, વિટામિન તેમજ હૃદયરોગમાં પ્રયોગ થતી દવાઓના સેમ્પલોનો સમાવેશ થાય છે. સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં બનેલી 38 દવાઓ ખરાબ હોવાનું સામે આવ્યું છે. દેશભરમાં દવા ગુણવત્તાની તપાસ કરાયા બાદ સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં બનેલી 38 દવાઓના સેમ્પલો ફેલ થયા છે. ત્યારબાદ ઉત્તરાખંડમાં 11, ગુજરાત અને પંજાબમાં 9-9 દવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, આસામ, તમિલનાડુના ઉદ્યોગોમાં બનેલી દવાઓના સેમ્પલ પણ ફેલ થયા છે. સીડીએસસીઓના જણાવ્યા મુજબ દેશભરમાંથી 47 દવાઓના સેમ્પલ ફેલ હોવાનું સામે આવ્યું છે.
જ્યારે રાજ્ય ડ્રગ્ર ઓથોરિટીની તપાસમાં દેશભરની 56 દવાઓના ગુણવત્તા યોગ્ય મળી આવી નથી. નીચલી ગુણવત્તાની દવાઓ મળી આવ્યા બાદ CDSCOઓએ તમામ રાજ્યોના ડ્રગ કન્ટ્રોલરને યાદી જાહેર કરી છે અને જ્યાંથી દવાઓ ફેલ થઈ છે, તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. દવાઓની ટેસ્ટિંગ દરમિયાન મોટાભાગની દવાઓમાં ધૂળના કણો મળી આવ્યા છે. આ ઉપરાંત મિસ બ્રાન્ડેડ એટલે કે લેવલમાં પણ ભૂલો જોવા મળી છે. જે મુજબ દવાઓ પર માત્રા લખાઈ છે, તેટલી માત્રા પણ દવામાં ન હોવાનું સામે આવ્યું છે.
તેમજ કેટલીક નકલી દવાઓ હોવાનો પણ ખુલાસો થયો છે. તપાસમાં હૃદય રોગ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરતી Telma H 40 mg દવા નકલી હોવાનું સામે આવ્યું છે. આ દવા પર ઉલ્લેખિત ઉદ્યોગની પૂછપરછ કરાતા તેઓએ બેચ અજાણી હોવાનું કહ્યું છે. CDSCOએ દવાના ધોરણો ચકાસતા હિમાચલ પ્રદેશની 21, ઉત્તરાખંડની 10, ઓડિશાની એક, ગુજરાતની સાત, મધ્ય પ્રદેશની એક, પંજાબની બે, કર્ણાટકની એક, બંગાળની બે, ઉત્તર પ્રદેશની એક, તેલંગણાની એક દવાનું સેમ્પલ ફેલ હોવાનો ખુલાસો થયો છે.
જ્યારે રાજ્ય ડ્રગ્ર ઓથોરિટીએ દવાના ધોરણોની તપાસ કરતા હિમાચલ પ્રદેશની 17, પંજાબ અને કેરળની સાત-સાત, મધ્ય પ્રદેશની છ, પુડુચેરી અને તમિલનાડુની ચાર-ચાર, તેલંગણાની ત્રણ, ગુજરાતની બે અને હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, આસામ, બંગાળ, કર્ણાટકની એક-એક દવાના સેમ્પલ ફેલ થયા છે. આમ, આ રાજ્યોમાં કેટલી દવાના સેમ્પલ થયા ફેલ થયા જેમાં હિમાચલ પ્રદેશની 38, ઉત્તરાખંડની 11, ગુજરાતની 9, પંજાબની 9, મધ્ય પ્રદેશની 7, કેરળ 7, તેલંગણાની 4, પુડુચેરી 4, તમિલનાડુ 4, બંગાળની 3, કર્ણાટકની 2, ઓડિશાની 1, ઉત્તર પ્રદેશની 1, હરિયાણા 1, મહારાષ્ટ્ર 1 અને આસામ 1.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500