નવસારીના ગણદેવીની સગીરાનું અપહરણ કરી રૂપિયા 1 કરોડની ખંડણી માંગનાર આરોપી ઝડપાયા છે. સોશિયલ મીડિયા પર સંબંધ કેળવી યુપીના યુવાને મિત્રો સાથે ગણદેવી આવી સગીરાનું અપહરણ કર્યુ હતું.
સગીરાના અપહરણ બાદ આરોપીઓ તેને દાહોદ, રાજસ્થાન, દિલ્હી અને ત્યાંથી લખનૌ લઈ જતા હતા. જેમાં ગણદેવી અને નવસારી LCB પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેમજ રાજસ્થાન, દિલ્હી અને યુપી પોલીસની મદદથી 48 કલાકમાં આરોપીઓને શોધી કાઢ્યા છે. સગીરાને આરોપીઓ પાસેથી દિલ્હી લખનૌ હાઇવે પરથી ચાલતી બસમાંથી છોડાવી હતી. પોલીસે પ્રોફેશનલ ગેંગના ચારેય આરોપીઓને પકડી આગળની તપાસ આરંભી છે.નવસારીમાં એક સગીરાનું અપહરણ થયું હતું અને આરોપીઓએ સગીરાના પરિવાર પાસે એક કરોડની ખંડણી માંગી હતી. જોકે નવસારી પોલીસે સગીરાનું અપહરણ કરનારા આરોપીઓને ઝડપી પાડી 48 કલાકમાં જ અપહૃત સગીરાને છોડાવી છે.
નવસારીના ગણદેવીમાંથી અપહૃત કિશોરીને 48 કલાકમાં છોડાવી પોલીસે આરોપીઓને દિલ્હી-લખનઉ રોડ પરથી ઝડપી પાડ્યા છે. આ અપહૃત કિશોરીને છોડાવવા માટે નવસારી પોલીસ LCBએ ત્રણ ટિમો બનાવી આરોપીઓનું પગેરું શોધી તેમને દિલ્હી-લખનઉ રોડ પરથી ઝડપી પાડી મોટું ઓપરેશન પાર પાડ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500