Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સલમાન ખાન અને સૂરજ બડજાત્યા 8 વર્ષ પછી ફરી સાથે કામ કરશે

  • February 18, 2024 

સૌથી મોટી અને સૌથી સફળ દિગ્દર્શક-અભિનેતાની જોડી સૂરજ બડજાત્યા અને સલમાન ખાને મૈંને પ્યાર કિયા,  હમ આપકે હૈ કૌન અને પ્રેમ રતન ધન પાયો જેવી હિટ ફિલ્મો આપી છે. ફિલ્મ પ્રશંસકો હંમેશા સલમાન ખાન અને સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મની રાહ જોતા હોય છે. ખાસ કરીને આમાંની પ્રથમ બે ફિલ્મોએ તે સમયે ધુમ મચાવી હતી. ગયા વર્ષે, આ જોડીએ પુષ્ટિ કરી હતી કે તેઓ પ્રેમ રતન ધન પાયો (2015) ના આઠ વર્ષ પછી તેમની પાંચમી સંયુક્ત ફિલ્મ માટે ફરીથી એક થઈ રહ્યા છે અને તેમનો આગામી પ્રોજેક્ટ વિશાળ પાયે બનવા જઈ રહ્યો છે.


મળતી માહિતી અનુસાર, સૂરજ બડજાત્યા અને સલમાન ખાન એક મોટા વિઝન અને મોટા પાયે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. સૂરજ બડજાત્યા સુપરસ્ટાર સાથે કામ કરતા પહેલા એક ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. સલમાન પણ આગામી 26 મહિના સુધી ખૂબ જ વ્યસ્ત છે. લાંબા સમય પછી, સલમાન ખાન અને સૂરજ બડજાત્યા સાથે આવી રહ્યા હોવાની વાતથી પ્રશંસકો ઉત્સાહિત થઈ ગયા છે.  અગાઉ એવી અટકળો હતી કે સલમાન અને સુરજ બડજાત્યા પ્રેમ કી શાદી નામની ફિલ્મ બનાવવાના છે. જો કે આ પ્રોજેક્ટ મુદ્દે બંને વચ્ચે અસંમતિ હોવાથી આ પ્રોજેક્ટ અટકાવી દેવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application