કોરોનાનાં પ્રતિબંધો દૂર થયા પછી વેપાર-ધંધા લગભગ સામાન્ય બની ગયા છે. દરેક ક્ષેત્રની આવક વધીને કોવિડ મહામારી પૂર્વેના કાળના સ્તરે પહોંચી છે. ધર્મ સ્થળોમાં આવતા દાનમાં પણ વધારો થયો છે. એક ન્યુસ ચેનલનાં અહેવાલ મુજબ મહારાષ્ટ્રનાં મંદીરોમાં માર્ચ મહીનામાં ભેંટની રકમમાં બમણો વધારો થયો છે. બીજા મંદીરોની સરખામણીમાં શિર્ડીના સાઇ મંદીરમાં 6 ગણું દાન આવ્યું છે. એકલા માર્ચમાં સાઇ મંદીરની દાન પેટીઓમાં રૂપિયા 40 કરોડ જમા થયા હતા. રાજ્યના 4 મુખ્ય ધર્મ સ્થળોમાં કરોડો રૂપિયાની ભેંટ આવી હતી. કોરોનાકાળ પછી મંદીરો ખુલતા જ ભાવિકોએ દેવી-દેવતાઓના ચરણોમાં છુટા હાથે ભેંટ ધરવા માંડી છે. ફેબુ્આરીની સરખામણીમાં લોકોએ માર્ચમાં મંદીરોમાં વધુ દાન કર્યું છે. તમામ ધર્મ સ્થળોના કુલ દાન કરતા 6 ગણી રકમ શિર્ડીમાં આવી છે.
એ જ રીતે દર્શને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો થયો છે. શિર્ડીમાં 10,06,254 ભાવિકોએ સાઇબાબાના દર્શન કર્યા હતા. જોકે, પંઢરપુરમાં ભાવિકોની સંખ્યા ઘટી હતી. ફેબુ્આરી અને માર્ચ, 2022માં દેવ સ્થાનોની આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. શિર્ડીમાં ફેબુ્આરીમાં રૂપિયા 21 કરોડ સામે માર્ચમાં રૂપિયા 40 કરોડનું ડોનેશન આવ્યું હતું. જ્યારે તુળજાપુર મંદીરમાં આ બે માસ દરમ્યાન અનુક્રમે રૂપિયા 4.29 કરોડ અને રૂપિયા 3.41 કરોડ, પંઢરપુરમાં રૂપિયા 1.70 કરોડ અને રૂપિયા 2.67 કરોડ અને સપ્તશ્રુંગી મંદીરમાં રૂપિયા 85 લાખ અને રૂપિયા 1.41 કરોડ દાનરૂપે આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500