નર્મદા જિલ્લાના સાગબારા થી માત્ર ૫ કિમીના અંતરે અમિયાર ગામની પાસે બસ, કન્ટેનર અને કપાસ ભરેલી ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં મળતી માહિતી મુજબ કન્ટેનર નો ડ્રાઈવર કન્ટેનર ની અંદર જ બળીને ભડથું થઈ ગયો હતો..
શુકવારે સાંજે સાગબારા થી ડેડીયાપાડા જવાના નેશનલ હાઇવે પર સેલમ્બા થી અંકલેશ્વર જતી બસ અને મહારાસ્ટ્ર તરફ થી ગુજરાત તરફ જતી કપાસ ભરેલી ટ્રક વચ્ચે અને ડેડીયાપાડા તરફ થી મહારાસ્ટ્ર તરફ જતાં કન્ટેનર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, અકસ્માત ના પગલે એકબાદ એક વાહનો ને આગ લાગી જવા પામી હતી જેના કારણે કપાસ ભરેલી ટ્રક ને આગ લાગતાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં જોત જોતામાં એકબાદ એક વાહનો આગની લપેટમાં ભળથું થઈ ગયા હતા.
આગ એટલી હદે ભયાનક હતી કે દૂર દૂર સુધી આગ ના ગોટે ગોટા નજરે પડી રહ્યા હતા. ત્રણેય વાહનો માં આગ લાગવાના કારણે નેશનલ હાઇવે પર બને તરફ વાહનો ની લાંબી લાંબી લાઈનો લાગી જતા ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાગબારા તાલુકો રાજ્યનો છેવાડા નો તાલુકો હોય ત્યાં કોઈ ફાયર સ્ટેશન ની સુવિધા ન હોવાના કારણે વાહનો આગમાં બળીને ભળતું થઈ જવા પામ્યા છે. આગ લાગવાની જાણ આજુબાજુ ના ગામોમાં થતા લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. પરંતુ બચાવ કામગીરી માટે કોઈ આગળ આવવા તૈયાર થયું ન હતું. અકસ્માત ના પગલે ૧૦૮ ઘટના સ્થળે આવીને ઘાયલ થયેલા બસના ડ્રાઈવર ,કંડક્ટર સહિત ટ્રક ના કંડક્ટરને ત્યાંજ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સાગબારા હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોચી તપાસ આદરી હતી.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500