નર્મદા જિલ્લાના સાગબારા તાલુકના કુંભી કોતર પાસેના જંગલમાં એક સગીરા એ કેસુડા ના ઝાડ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા તાલુકાના એક ગામની સગીર વયની દીકરી ના પ્રેમ સબંધ બાબતે અગાઉ સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય અને તેના માતા પિતા આ દીકરીને ભણાવી ગણાવીને તેનું ભવિષ્ય ઉજવળ બનાવવા માંગતા હોય પરંતુ તેને તેમના ગામના અભિષેક ઉર્ફે અભિ દયારામ વસાવા સાથે પ્રેમ સબંધ હોય તેની જાણ તેના ઘરના સભ્યોને થઇ જતા સમાજમાં તેની આબરૂ જશે એ વાતે તેને લાગી આવતા તેણે જાતે કુંભી કોતર પાસે સીમની પાદર ગામની સીમના જંગલમાં કેસુડો ના ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ જતા મોતને ભેટી હતી.
સાગબારા પોલીસે હાલ અ. મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application