Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહી.ના ગુન્હાનો વોન્ટેડ આરોપી સાગર સોનવણે ઝડપાયો

  • August 07, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૬/૦૮/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન અ.પો.કો. પ્રકાશભાઈ રામાભાઈ તથા અ.પો.કો. રવીન્દ્રભાઈ મહેન્દ્રભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી સાગર પ્રફૂલભાઈ સોનવણે (રહે.પંચવટી ફળિયું, તા.સોનગઢ, જિ.તાપી)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News