Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેસર કેરીથી નવસારી APMCમાં કેરીની હરાજીના શુભ શરૂઆત પણ ભાવમાં થયો છે વધારો

  • April 24, 2024 

તાપમાનનો પારો જેમ જેમઉંચોજઇ રહ્યો છે તેમ ધીમે ધીમે બજારમાં હવે કેરી વેચાણ માટે આવી રહી છે. બાગાયતી પાકનું નંદનવન ગણાતા નવસારીજીલ્લામાં આ વર્ષે કેરીનું ફ્લાવરિંગ15 દિવસ મોડું થયુ છે. જેના કારણે આ વર્ષે બજારમાં કેરી વેચાણમાં થોડી મોડી આવી છે, પણ ગયા વર્ષ કરતાં આ વર્ષે કેરીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. કેસર કેરીથી નવસારી APMCમાં કેરીની હરાજીની શુભ શરૂઆત થઈ ગઈ છે અને તેનો પ્રતિ મણ 1હજાર 320 થી 2હજાર 405 જેટલો ભાવ બોલાયો છે. આ સિવાય નવસારી જિલ્લાની પ્રસિદ્ધ હાફૂસ અને દેશી કેરી પણ મોટા પ્રમાણમાં વેચાણમાં આવી છે. હાફૂસનોપ્રતિમણ ભાવ 1હજાર 970 જ્યારે દેશી કેરીનો બારસો રૂપિયા ભાવ બોલાયો હતો. જો કે આ વર્ષે વાતાવરણમાં બદલાવને કારણે કેરીનો ઉતારો 50ટકાથી પણ ઓછો આવે તેવી સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે. જે વાત કેરી અને ટેના થઈ બનેલ વાનગીઓ ના શોખીનો માટે માઠા સમાચાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application