Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સલામત સવારી જોખમમાં મુકાઇ, ગુજરાત એસ.ટી.નો બસ ચાલક નશામાં બસ ચલાવતો ઝડપાયો

  • September 25, 2022 

સલામત સવારી એસ.ટી ની મુસાફરી નવસારી બીલીમોરા બસ માં સવાર મુસાફરો ને જોખમી થઈ પડી હતી. જ્યાં બીલીમોરા થી નીકળેલી એક એસ.ટી બસ નવસારી પહોંચતા ની સાથેજ તેનો ચાલક નશા ની હાલતમાં ઝડપાયો હતો જેને લઈ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.



નશા ની આદત અથવા વ્યસન ક્યારેક મોટી આફત ને નોતરું આપવા બરાબર સાબિત થાય છે. ત્યારે આવી જ કંઈક સ્થિતિ નું સર્જન નવસારી બીલીમોરા બસ માં સવાર મુસાફરો જોડે થયું હતું. જ્યાં આ બનાવ શુક્રવાર મોડી સાંજ નો છે. જ્યાંરે બીલીમોરા ખાતે થી એસ.ટી બસ નો ચાલક અને કંડકટર મુસાફરો ને લઈ નવસારી આવવા રવાના થયા હતા.તે દરમિયાન બસ ના ચાલકે ગફલતભરી રીતે બસ બેફામ હંકારી હતી.વારમવાર રોડ ની નીચે બસ ઉતરી જવા સુધી માંડ સ્ટેયરિંગ ઉપર કાબુ રાખી શકતા ચાલકે કલમઠા ગામ નજીક બાઇક સવાર ને અડફેટે લઈ અકસ્માત પણ કર્યો હતો.જેને લઈ મુસાફરો માં ભય નો માહોલ સર્જાયો હતો.




જોકે મુસાફરો એ કંટ્રોલ રૂમ ને બસ ચાલક ની અતિ ગંભીર વર્તણુક અંગે ફરિયાદ કરી હતી.તે દરમિયાન બસ નવસારી ડેપો ખાતે પોહચી હતી. જ્યાં ફરજ ઉપર હાજર ડેપો મેનેજરે મુસાફરો ની ફરિયાદ ના આધારે બસ ચાલક નું બ્રિથ એનેલાઈઝર વડે પરીક્ષણ કર્યું હતું. જેમાં એસ.ટી. બસ ચાલકે કોઈ નશીલા પદાર્થ નું સેવન કર્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. જેને લઈ ડેપો મેનેજરે આ બેવડા એસ.ટી.બસ ચાલક ને ટાઉન પોલીસ મથક નો રસ્તો બતાવી દીધો હતો. જ્યાં હાલ આ મામલે ટાઉન પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application