સચીનમાં શ્રુતિ ફેશન નામની દુકાનમાં કાપડના ધંધામાં રોકાણ કરેલા રૂપિયા ૩ લાખની માંગણી કરવા ગયેલા પુર્વ ભાગીદાર, તેની માતા સાથે દુકાન માલીક રોહિત અને દમ્પતિ વચ્ચે છુટાહાથે મારામારી થઈ હતી જેમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે મારામારી અને સોનાની ચેઈન અને કાનની બુંટીની લૂંટની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
સચીન પોલીસના જણાવ્યા મુજબ સચીન ક્રિષ્ના રો હાઉસમાં રહેતા નિર્મલાબેન પંડિતભાઈ ઘરડે (ઉ.વ.૬૦)એ તેના બાજુમાં રહેતા પંકજ ચીમન રોહિત(ઉ.વ.૪૦) અને તેની પત્ની સુનીતાબેન સામે ફરિયાદ નોધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તેના પુત્ર કિરણ અને ભાવેશના આરોપી પંકજ પાસે કાપડનો ભાગીદારીમાં શરુ કરેલા ધંધાના રૂપિયા ૩ લાખ લેવાના નિકળતા હતા જે રૂપિયા બાબતે આરોપીઓની નજીકમાં આવેલી દુકાને ગયા હતા ત્યારે આરોપીઓએ નિર્મલાબેન સાતે ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તેમજ ડાબા કાનના ભાગે કોઈ ધારદાર વસ્તુ મારી ઇજા પહોચાડી કાનની સોનાની બુંટી લુંટી લીધી હતી. પોલીસે નિર્મલાબેનની ફરિયાદને આધારે પંકજ અને તેની પત્ની સુનિતા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી તો સામે સુનીતાબેન પંકજ રોહિતે પણ પોલીસમાં નિર્મલાબેન, કરણ, ભાવેશ ઉફે પ્રદીપ, હિનાબેન સામે ફરિયાદ નોધાવી હતી જેમાં જણાવ્યું હતું કે આરોપીઓ તેની દુકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી તોડફોડ કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી સુનીતાબેનને ઢીકામુક્કી કરી અને મારામારી કરી ગળામાંથી સોનાની ચેઈન અને કાનની બુટ્ટી કાઢી લૂંટી લઈ કપડા ફાડી નાંખ્યા હતા. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application