સુરતના પાંડેસરામાં રહેતી 5 વર્ષની બાળકીને પડોશમાં રહેતો અને 2 સંતાનનો પિતા 45 વર્ષીય પ્રમોદસિંગ બાઇક પર ફરવા લઈ જવાને બહાને પાંડેસરા પ્રાઇમ પોઇન્ટ નજીક ઝાડી પાસે લઇ ગયો હતો. ત્યાં આ પ્રમોદસિંગ બાળકી સાથે અડપલા કરતો હતો ત્યારે મહિલા પોલીસકર્મી તેની બહેન સાથે મોપેડ પર જતી વખતે નજર પડતા ત્યાં ગઈ હતી. મહિલા પોલીસે પૂછપરછ કરતાં નરાધમનો બદઇરાદો સામે આવતા કંટ્રોલને જાણ કરતાં પાંડેસરા પોલીસને બોલાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ કોર્ટથી ઘરે જતાં સમયે સચિન GIDCની મહિલા લોકરક્ષક સુહાનીબેન વસાવાની નજર પાંડેસરા પ્રાઇમ પોઇન્ટ પાસે ઝાડી ઝાંખરા પાસે પડતા ત્યાં એક યુવક એક 5 વર્ષીય બાળકી સાથે અડપલા કરતા નજરે પડ્યો હતો. મહિલા લોકરક્ષકે ત્યાં પહોંચી યુવકની પૂછપરછ કરતાં બાળકી સાથે અઘટિત ઘટના અટકાવી હતી. પાંડેસરા પોલીસે નરાધમને પકડી પાડી બાળકીની માતાની ફરિયાદના આધારે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application