Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નડિયાદથી ડાકોર તરફ જતી એસ.ટી. બસનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા

  • June 15, 2024 

નડિયાદ નજીક એક ભયાનક અકસ્માત સર્જાતા સાત લોકોને ઈજાઓ પહોંચી હતી, જોકે કોઈ મોટી દુર્ઘટના નહિ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. નડિયાદથી ડાકોર તરફ જતી એસ.ટી. બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જયારે બસનું ટાયર ફાટતાં ડીવાઈડર કૂદી રીક્ષાનો કચ્ચરઘાણ વાળી બસ નજીકના પ્લોટમાં સિમેન્ટની દીવાલ તોડી ઘૂસી ગઈ હતી. આ અકસ્માતને પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ દોડતી થઇ ગઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નડિયાદ પાસેના સલુણ ગામ નજીક ગતરોજ જીવલેણ અકસ્માત થતો થતો રહી ગયો છે.


જેમાં નડિયાદથી ડાકોર તરફ આવતી એસ.ટી. બસનુ આગળનાં વ્હિલનુ એકાએક ટાયર ફાટતાં બસનાં ચાલકે કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને દોઢ ફુટનુ ડિવાઈડર કૂદાડી સામેની સાઈડે ધસી આવી હતી. આ બાદ એસ.ટી. બસે સામેથી આવતી CNG રીક્ષાને અડફેટે લીધી હતી. જેથી રીક્ષાનો લોચો વળી ગયો હતો અને એ બાદ પણ એસ.ટી. બસ અટકવાનુ નામ ના લેતા નજીક આવેલા ખાલી પ્લોટની દીવાલ તોડી અંદર ધસી આવી હતી. જ્યાં જઈને બસ અટકતા બસમાં બેઠેલા મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જોકે આ ઘટનામાં રીક્ષામાં બેઠેલા મુસાફરો અને બસના ચાલક તેમજ એક બે મુસાફરો મળી કુલ સાત લોકોને શરીરે ઈજાઓ પહોંચી હતી.


જે પૈકી બે વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરાયા છે. જ્યારે અન્ય લોકોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે મોકલી સારવાર કરવામાં આવી રહી છે. બનાવના પગલે નડિયાદ ગ્રામ્ય પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બસના ચાલક લાલાભાઈએ કહ્યું કે, હું આ બસ લઈને નડિયાદથી ડાકોર જતો હતો ચાલુ ડ્રાઈવીગે બસનુ ટાયર ફાટતા બસ કન્ટ્રોલ બહાર જતી રહી હતી અને ડિવાઈડર કુદી સામેથી આવતી રીક્ષાને અડફેટે લીધી હતી. જે બાદ નજીક આવેલા પ્લોટની સિમેન્ટની દીવાલ તોડી ઘૂસી હતી. બસ છેલ્લે અટકી ત્યારે મને ડ્રાઈવર સીટ પરથી ઉછાળી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application