સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ (SPG)ના નિર્દેશક અરુણ કુમાર સિન્હાનું નિધન થઈ ગયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. SPG દેશના વડાપ્રધાનાની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. માહિતી અનુસાર, અરુણ કુમાર સિન્હા વર્ષ-1988 કેરળ કેડરના IPS અધિકારી હતા. તાજેતરમાં જ તેમના કાર્યકાળમાં એક વર્ષનો વિસ્તાર અપાયો હતો. અરુણા કુમાર સિન્હા 2016થી SPG (Special Protection Group)ના ચીફ પદે તહેનાત હતા. તેમને લીવરમાં તકલીફ હતી અને તારીખ 4 સપ્ટેમ્બરે તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં બુધવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. સિન્હાએ તેમનો અભ્યાસ ઝારખંડમાં કર્યો હતો. તે કેરળ પોલીસમાં અનેક મહત્ત્વપૂર્ણ પદો પર રહ્યા હતા. તેમણે ડીસીપી, કમિશનર, રેન્જ આઈજી, ઈન્ટેલિજન્સ આઈજી અને એડમિનિસ્ટ્રેશન આઈજી જેવા પદો પણ સંભાળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application