બનાસકાંઠા જિલ્લામાં યુવાનોને ડ્ર્ગ્સને રવાડે ચડાવનારો યુવક SOG એ ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે. યુવક ડીસા શહેરમાં આવેલા રામનગર વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેતો હતો અને ડ્ર્ગ્સ વેચાણ અને હેરાફેરી કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેને લઈ SOGની ટીમે રામનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. SOG એ યુવક વિપુલ ગંગારામ વણોદ પાસેથી 18.27 ગ્રામ ડ્ર્ગ્સને જપ્ત કર્યુ છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ આ ડ્ર્ગ્સ અંદાજે 1.13 લાખ રુપિયાનું હોવાનું માનવામાં આવે છે. મૂળ સૂઇ ગામના કુંભારખા ગામના વિપુલ વણોદને SOG ઝડપી લઇ તેના 3 મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. જેના આધારે તે ડ્ર્ગ્સ ક્યાંથી લાવતો હતો અને કોને કોને વેચાણ કરતો હતો, એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application