Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : પ્રિસ્કીપશન વિના દવા અને સીરપ વેચતા પાંડેસરા અને ઉધનાનાં સ્ટોર સંચાલકની એસ.ઓ.જી.એ ધરપકડ કરી

  • July 14, 2023 

સુરત એસ.ઓ.જી.એ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ડમી ગ્રાહક મોકલી પ્રિસ્કીપશન વિના નશાયુક્ત દવા અને સીરપ વેચતા પાંડેસરા હાઉસીંગ બોર્ડ સ્થિત જયવીર મેડીકલ સ્ટોર્સ એન્ડ પ્રોવિઝન સ્ટોર્સમાંથી તેમજ ઉધના ગાંધીકુટીર સ્થિત વંશ મેડીકલ સ્ટોરમાંથી નશો કરવા ઉપયોગમાં લેવાતી 3339 ટેબલેટ અને સીરપની 44 બોટલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાંડેસરા હાઉસીંગ બોર્ડ સ્થિત જયવીર મેડીકલ સ્ટોર્સ એન્ડ પ્રોવિઝન સ્ટોર્સમાં નશાયુક્ત દવા અને સીરપનું વેચાણ થાય છે.


તેવી બાતમીનાં આધારે એસ.ઓ.જી.ની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી તે દુકાનમાં ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ રેઇડ કરી હતી. એસ.ઓ.જી.એ દુકાનમાંથી નશો કરવા ઉપયોગમાં લેવાતી અલગ અલગ 2639 ટેબલેટ અને નશાકારક સીરપની 14 બોટલ કબજે કરી હતી. એસ.ઓ.જી.એ દુકાનના સંચાલક વિજયભાઈ સોમાભાઈ પટેલ (રહે.1781, હર્ષ બંગલો, ખરવાસા રોડ, ડીંડોલી, સુરત) નાની ધરપકડ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


જયારે એસ.ઓ.જી.એ ઉધના ગાંધીકુટીર સ્થિત વંશ મેડીકલ સ્ટોરમાં નશાયુક્ત દવા અને સીરપનું વેચાણ થાય છે તેવી બાતમીનાં આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી તે દુકાનમાં ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ રેઇડ કરી હતી. એસ.ઓ.જી.એ દુકાનમાંથી નશો કરવા ઉપયોગમાં લેવાતી અલગ અલગ 700 ટેબલેટ અને નશાકારક સીરપની 30 બોટલ કબ્જે કરી હતી. એસ.ઓ.જી.એ દુકાનના સંચાલક મિથીલેશ અનિલભાઈ શાહ (રહે.49, શક્તિનગર, ગોવાલક રોડ, પાંડેસરા, સુરત)ની ધરપકડ કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application