Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટનાં ટીઆરપી ગેમ ઝોનનાં અગ્નિકાંડનાં આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની કરોડોની મિલકતોની તપાસ કરવા SITની રચના

  • July 05, 2024 

27 નિર્દોષ લોકોનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની કરોડોની મિલકતોની તપાસ કરવા SITની રચના કરવામાં આવી છે. અગ્નિકાંડને લઈને આ અગાઉ બે સીટ અને સત્ય શોધક સમિતિની રચના કરાઈ હતી. જે ઓછી પડી હોય તેમ વધુ એક સીટની રચના કરાતાં ચર્ચા જાગી છે. અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની દસ કરોડથી વધુ એસીબીએ તેની ગુનામાં ધરપકડ કરી રિમાન્ડ પર લીધા બાદ તેના ભાઈની માલિકીની ઓફીસની જડતી કરતા ત્યાંથી એકંદરે 15 કરોડની કિંમતનું સોનું અને 3 કરોડની રોકડ મળી કુલ રૂપિયા 18.18 કરોડની મત્તા મળી આવી હતી.


એ.સી.બી.નાં કેસના અત્યાર સુધી ડીવાયએસપી રેન્કના અધિકારી તપાસ કરતા હતા. ત્યાં હવે એસીબી દ્વારા સીટની રચના કરવામાં આવી છે. જેનાં ચેરમેન એસીબીના અધિક નિયામક બીપીન અહીરેને બનાવવામાં આવ્યા છે. મદદમાં ગાંધીનગર અને રાજકોટ એસીબી એકમના બે મદદનીશ નિયામક એ.કે.પરમાર અને કે.એચ.ગોહિલને મુકવામાં આવ્યા છે. સાથે એ.સી.બી.નાં બે પી.આઈ., એમ.એમ. લાલીવાલા અને જે.એમ. આલને પણ મુકાયા છે. આ ઉપરાંત વી.બી.ગુપ્તા નામના એ.સી.બી.નાં કાયદા સલાહકારની પણ નિયુક્તિ કરવામાં આવી છે. એ.સી.બી.ની આ SITને ગુનાની તપાસ કરી ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરવાની સાથે સાગઠીયાની મિલકતોને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.


મનસુખ સાગઠીયાનું એક બેન્ડ લોકર એ.સી.બી.ને મળ્યું હતું. જેમાંથી કાંઈ નહીં મળ્યાનું એસબને સૂત્રોએ જણાવ્યું. જેમાંથી કઈ ન મળ્યાનું એ.સી.બી.નાં સુત્રોએ જણાવ્યું હતું. એસબીઆઇની રૈયા રોડ શાખામાં સાગઠીયાનું લોકર મળ્યું હતું. જેની એ.સી.બી.એ તપાસ કરતા 14-15 વર્ષથી આ લોકર ઓપરેટ નહી થયાની માહિતી મળી હતી. મનસુખ સાગઠીયાના ભાઈની ઓફિસમાંથી મળેલા 22 કિલો સોનાના દાગીના અને બિસ્કીટ હાલ રાજયભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ તમામ સોનાના દાગીના ક્યાંથી આવ્યા અને કયા હેતુથી ખરીદવામાં આવ્યા હતા તે દિશામાં એ.સી.બી.એ તપાસ શરૂ કરી છે. પુછપરછમાં સાગઠીયાએ એવું રટણ કર્યું છે કે તેને અને તેના પત્નીને સોનાના દાગીનાનો ખુબ જ 'શોખ' હોવાથી આટલા જંગી જથ્થામાં સોનાના દાગીના ખરીદ કર્યા હતા. આ ઉપરાંત તેની પાછળ 'ઈન્વેસ્ટમેન્ટ'નો પણ હેતુ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application