Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદનાં એસ.જી. હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતનાં અકસ્માતમાં એકનું મોત

  • July 15, 2024 

અમદાવાદમાં શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાત્રે એસ.જી. હાઈવે આવેલા પેલેડિયમ મોલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે એસ.જી. હાઈવે પરના પેલેડિયમ મોલ નજીક બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્મતમાં અલ્પેશ ગાગડેકરનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મયુર સિંધી અને કમલ સિંધીને ગંભીર ઈજાઓ પહોંચી હતો. તેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, થોડી દિવસો પહેલા બોપલ બ્રિજ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોનાં મોત થયાં હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News