સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સપ્ટેમ્બરના અંત સુધીમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ માટેની અંતિમ માર્ગદર્શિકા જારી કરે તેવી ધારણા છે, એમ જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. નવા ધોરણો ડ્રાફ્ટ પરિપત્રમાં સૂચિત કરેલા સમાન હોવાની શક્યતા છે. માર્કેટ રેગ્યુલેટરને ૨૦ ઓગસ્ટ સુધીના ડ્રાફ્ટ પરિપત્ર પર રસ ધરાવતા પક્ષકારો તરફથી હજારો સૂચનો મળ્યા છે. જોકે જ્યારે કન્સલ્ટેશન પેપરના સૂચનોની સમીક્ષા કરવામાં આવી રહી છે, ત્યારે સૂત્રોએ જણાવ્યું હતું કે, ડ્રાફ્ટ પરિપત્રમાં સમાવિષ્ટ દરખાસ્તોમાં ફેરફાર કરવામાં આવશે નહીં.
સેબી આગામી ૧૦ દિવસમાં સૂચનો પર વિચાર કરશે, મીટિંગ બોલાવશે અને નવી માર્ગદશકા લાગુ કરશે, સૂચનો પહેલા સેકન્ડરી માર્કેટ એડવાઇઝરી કમિટી અને પછી સેબી બોર્ડ પાસે જશે, જે સપ્ટેમ્બરમાં મળવાની સંભાવના છે. સુત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, એવી સંભાવના છે કે ૧ ઓક્ટોબરે, જ્યારે ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ પર ઉચ્ચ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) લાગુ થશે, ત્યારે સેબીના નિયમો પણ અમલમાં આવશે. નિયમનકારે ૩૦ જુલાઈના રોજ એક્સપાયરી ડે પર ઓપ્શન્સ સેગમેન્ટમાં અતિસક્રિય ટ્રેડિંગ પ્રવૃત્તિને કાબૂમાં લેવા અને લઘુત્તમ કોન્ટ્રાક્ટ કદની જરૂરિયાત વધારવાના ઉદ્દેશ્ય સાથે સાત દરખાસ્તો સાથે કન્સલ્ટેશન પેપર બહાર પાડયું હતું. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આનાથી નાના રોકાણકારો માટે ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં વેપાર કરવાનું મુશ્કેલ બનશે પરંતુ એક્સચેન્જો અને બ્રોકરેજ ફર્મ્સની આવક પર પણ અસર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500