Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાવનગરમાં SBI બેન્ક સીલ કરાઈ, વિગતવાર જાણો

  • February 16, 2023 

ભાવનગરમાં એસબીઆઈ બેન્કને સીલ કરવામાં આવી છે. વેરો બીએમસીનો ના ભરવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. એક તરફ ઈએમઆઈ ચૂકવવામાં વિલંબ કરતા લોકો સામે બેન્ક નોટીસ આપી કાર્યવાહી કરતી હોય છે ત્યારે કોર્પોરેશન બેન્ક સીલ કરવાની કામગિરી વેરોના ભરવાના અભાવે કરી હતી.



ગુજરાતમાં તમામ મહાનગર પાલિકામાં વેરો ઉઘરાવવાની કામગિરી કડકાઈથી કરવામાં આવી રહી છે. તેમાં પણ ઘણા કોમર્શિયલ એકમો દ્વારા વેરો સમયસયર નથી ભરવામાં આવતો જેના કારણે આ કાર્યવાહી ઠેર ઠેર જગ્યાએ કરવામાં આવી રહી છે. કરવેરાની આવક પર કોર્પોરેશન નિર્ભર રહેતું હોય છે ત્યારે આ ઉદાસીનતા પણ સામે આવી રહી છે જેથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.ભાવનગર મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા વેરો ના ભરનાર સામે તવાઈ બોલાવવામાં આવી છે. કાર્યવાહી પહેલા એકમોને નોટીસ પણ પાઠવવામાં આવતી હોય છે. છતાં પણ નોટીસની અવગણના કરનાર સામે અને વેરો ભરવામાં પાછી પાની કરનાર એકમો સીલ કરવામાં આવી રહ્યા છે.




ગુજરાતમાં તમામ મનપા દ્વારા આ કામગિરી કરવામાં આવી રહી છે. મહાનગર પાલિકાઓ માટે વેરાની આવક વધુ મહત્વની છે જેમાંથી તેઓ વિવિધ સવલતો આપતા હોય છે ત્યારે આ પ્રકારે લોકોમાં પણ વેરો ના ભરવાને લઈને નિરસતા જોવા મળી રહી છે. ફક્ત ભાવનગર જ નહીં પરંતુ અમદાવાદમાં પણ વેરો ભરવા પર 100 ટકા વ્યાજમાફી હોવા છતાં પણ વેરો લોકો ના ભરતા મિલકતો સીલ કરવાની ઝૂંબેશ છેલ્લા કેટલાક દિવસથી ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application