પોલીસ અધિક્ષક નર્મદા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા માદક પદાર્થોની હેરફેર અને વેચાણની પ્રવૃતિઓને નાબુદ કરવા પરીણામલક્ષી કામગીરી અર્થે સુચના આપતા નાર્કોટીક્સના કેસો શોધી કાઢવા માટે પોલીસ એસ.ઓ.જી શાખા નર્મદાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના માણસોએ ટીમો પાડી બાતમીદારથી બાતમી મેળવી હતી કે, સેલંબા ગામે રહેતો એક ઈસમ પોતાના ઘરે ગેરકાયદેસર ગાંજો રાખી તેનું વેચાણ કરે છે.
જે બાતમીનાં આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા મહમદ ઈરફાન તેમહમદ મકરાણી (રહે.જમાદાર ફળિયું, સેલંબા,તા.સાગબારા,જિ.નર્મદા)નાં પોતાના કબ્જા ભોગવટાનાં રહેણાંક ઘરમાં વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો કુલ વજન 309 ગ્રામ જેની કિંમત રૂપિયા 3,090/-નાં તથા સાદો મોબાઈલ મળી કુલ રૂપિયા 3,590/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી સગબારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરી છે, જ્યારે શહેનાઝ સાદિક શેખ (રહે.ઘડગાવ, જિ.નંદુરબાર)ને વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500