રશિયાએ ભારત અને બ્રાઝિલને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC-United Nations Security Council)માં કાયમી સભ્યપદ માટે યોગ્ય ઉમેદવાર ગણાવ્યા છે અને બંને દેશોને કાયમી સભ્ય બનાવવાની માંગને સમર્થન આપ્યું છે. રશિયાએ બંને દેશોને મહત્વપૂર્ણ આતંરરાષ્ટ્રીય રાષ્ટ્રો ગણાવ્યા છે. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીની 77મી વાર્ષિક સભાને સંબોધતા રશિયના વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવે શનિવારે સુરક્ષા પરિષદનાં સભ્યપદ માટે ભારતના નામને સમર્થન આપ્યું હતું.
ભારતનાં વિદેશ પ્રધાન એસ જયશંકરનાં સંબોધનનાં થોડાક કલાક પહેલા રશિયાનાં વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર અને સુરક્ષા પરિષદ વર્તમાન વાસ્તવિકતાઓને અનુરૂપ હોવી જોઇએ. આ દરમિયાન રશિયાએ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ અંગે પણ નિવેદન આપ્યું હતું અને પાડોશી દેશ અને પશ્ચિમી દેશોની ફરિયાદ કરી હતી. લાવરોવે જણાવ્યું હતું કે, મોસ્કો પાસે સૈન્ય કાર્યવાહી કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ બાકી રહ્યો ન હતો. તેમણે દાવો કર્યો હતો કે, રશિયા નહીં પણ પશ્ચિમનાં દેશો વૈશ્વિક અર્થવ્યવસ્થાને નબળી બનાવી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application