આ વર્ષે ઉનાળો શરૂ પણ વહેલો થયો અને હજી તેનો પ્રકોપ તો ચાલુ જ છે પરંતુ ઉનાળો વહેલો શરૂ થવાને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન ઘટયું છે. બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધને લીધે દુનિયામાં ઘઉંના પુરવઠામાં 30 ટકા ઘટ પડતાં, ભારતના નિકાસકારોને નિકાસની તક વધુ મળતાં ઘઉંની નિકાસ પણ વધી છે. તેથી ઘઉંની કિંમતમાં વધારો થયો છે, અને લોટના ભાવ પમ વદ્યા છે. તેતી બ્રેડ, બિસ્કીટ વગેરે ઘઉંના લોટમાંથી બનતી તમામ ચીજોના ભાવ વધી ગયા છે. આથી દેશમાં ઘઉં અને લોટના ભાવમાં વધારો થયો છે. જે અંગે કૃષિ મામલાના જાણકાર દેવેન્દ્ર શર્મા કહે છે કે, છેલ્લા જ વર્ષમાં ઘઉંના ભાવમાં 9 ટકાનો વધારો થયો છે, પરંતુ લોટના ભાવમાં 42 ટકાનો વધારો થયો છે. આથી સરકારે તે અંગેની એક્સપોર્ટ નીતિ વિષે સાવચેત રહેવું જોઈએ.
રશિયા-યુક્રેન યુદ્ધને લીધે ભારત 21 લાખ મેટ્રિક ટન ઘઉંની નિકાસ કરવા માગે છે. તેથી ઘઉંના ભાવમાં ઉછાળો આવશે. આથી સરકારે એક્સપોર્ટ-લિમિટ ગટાડી 12 લાખ મેન્ટન જેટલી જ કરી દેવી જોઈએ. ગ્રામ્ય માહિતી પ્રમાણે એપ્રિલ મહિનામાં 1.4 લાખ મેન્ટન જેટલા ઘઉંની નિકાસ થઈ હતી. સરકાર માને છે કે, ખાનગી ખરીદી અને એક્સપોર્ટથી ખેડુતોને લાભ થશે. પરંતુ તજજ્ઞા તેથી વિરુદ્ધ જ મત દર્શાવે છે. દેવેન્દર શર્માએ 2005-06ની યાદ કહ્યું હતું કે, ત્યારે સરકારે ખાનગી વ્યાપારીઓને ઘઉં ખરીદવા મંજુરી આપી હતી. તે વેપારીઓને એટલો બધો સ્ટોક કરી લીધો કે ગરીબોને વહેંચવા માટે કે બજારમાં વેચવા માટે પણ ઘઉંની અછત ઉભી થઈ, અને ઘઉંના ભાવ એટલા વધી ગયા કે, સરકારને તે પછીનાં બે વર્ષ સુધી બે વર્ષ દરમિયાન 7.1 લાખ ટન ઘઉં આયાત કરવા પડયા હતા.
તે સર્વ-વિદિત છે કે, ફૂડ-કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ગોદામોમાં આ વર્ષના એપ્રિલમાં ગત વર્ષના એપ્રિલના પ્રમાણમાં સ્ટોક ઓછો હતો અને તે પણ નવો માલ ઉતર્યા પછી, આથી શંકા દર્શાવાઈ છે કે, જો કોર્પોરેટ ક્ષેત્ર ઘઉં ખરીદીમાં પડશે તો તે જ ઘઉંના ભાવ નિશ્ચિત કરશે. એપ્રિલ મહિનામાં ઘઉંના લોટની કિંમત 32 રૂપિયે/કિલો હતી પરંતુ, કેટલાંક સ્થળોએ તે કિલો દીઠ 37 થી 38 રૂપિયા કિલો દીઠ પહોંચી ગઈ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500