હવામાન વિભાગની અગાહી વચ્ચે તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો શુક્રવારે સોનગઢ તાલુકામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ કરા સાથે વરસેલા વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયાં હતા. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને તાપી જિલ્લામાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું, તો બીજી તરફ સોનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ તાપીના સોનગઢ તાલુકાના ઓટા અને મલંગદેવ સહિતના કેટલાક ગામડાઓમાં શુક્રવારે કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અહીં જોવા મળ્યો હતો. ભારે પવન સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ બરફના કરા સાથે વરસેલા વરસાદનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા જે હિસાબે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને ખેડૂતોની ચિંતામાં બમણો વધારો થયો છે. બીજી તરફ ભર ઉનાળે કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે જેથી ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application