Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પંજાબનાં રૂપનગર પોલીસે છેલ્લા 18 મહિનામાં 11 લોકોની હત્યા કરનાર સિરિયલ કિલરની ધરપકડ કરી

  • December 26, 2024 

પંજાબનાં રૂપનગર પોલીસે છેલ્લા 18 મહિનામાં 11 લોકોની હત્યા કરનાર સિરિયલ કિલરની ધરપકડ કરી છે. આરોપી પોતાની કારમાં લોકોને લિફ્ટ આપતો હતો અને પછી લૂંટ કરતો હતો. જે લૂંટનો વિરોધ કરે તો તેની હત્યા કરતો હતો. આરોપી એટલો હેવાન હતો કે, મૃતદેહ સાથે શારીરિક સંબંધ બાંધતો હતો અને પછી તેના પગ સ્પર્શ કરીને માફી માંગતો હતો. આ કેસમાં ચોંકાવનારી હકીકત એ છે કે તમામ 11 મૃતકો પુરુષો હતા, જેમની સાથે આરોપી અકુદરતી શારીરિક સંબંધો બાંધ્યા હતા. અહેવાલો અનુસાર, આરોપી પંજાબના હોશિયારપુર જિલ્લાના ચૌરા ગામનો રહેવાસી છે.


તેની ઓળખ રામ સ્વરૂપ ઉર્ફે સોઢી તરીકે થઈ છે. પોલીસે 23મી ડિસેમ્બરે અન્ય કેસમાં તેની ધરપકડ કરી હતી. બાદમાં પૂછપરછ દરમિયાન તે 'સિરિયલ કિલર' હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યાનુસાર, આરોપી સોઢી અગાઉ પુરુષોને તેની કારમાં લિફ્ટ આપીને લૂંટ ચલાવતો હતો અને વિરોધ કરનારાઓની હત્યા કરતો. રૂપનગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગુલનીત સિંહ ખુરાનાએ જણાવ્યું હતું કે, 'જિલ્લામાં જઘન્ય ગુનાઓના કેસોને ઉકેલવા માટે પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. હત્યાના કેસમાં સંડોવાયેલા ગુનેગારોને પકડવા માટે પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી.' કિરતપુર સાહિબમાં એક હત્યા કેસનો ઉલ્લેખ કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે, '18 ઓગસ્ટના રોજ લગભગ 37 વર્ષના એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.


તે મોદરા ટોલ પ્લાઝા પર ચા-પાણી વેચતો હતો. આ કેસની તપાસમાં રામ સ્વરૂપની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન અન્ય કેસમાં તેની સંડોવણી બહાર આવી હતી. આરોપી રામ સ્વરૂપે જણાવ્યું કે મૃતક હરપ્રીત સાથે સંબંધો હતા અને પછી તેને પૈસા આપવાની ના પાડી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો અને તેણે હરપ્રીતની હત્યા કરી નાખી.’ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી નશાનો બંધાણી છે, જેના કારણે તેના પરિવારે તેને બે વર્ષ પહેલા છોડી દીધો હતો. તે પરિણીત છે અને તેને ત્રણ બાળકો છે. આરોપીએ પોલીસને એમ પણ જણાવ્યું કે હત્યા કર્યા બાદ તેને પસ્તાવો થતો હતો, તેથી તે મૃતદેહના પગ સ્પર્શ કરીને માફી માંગતો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application