Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમેરિકી ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે

  • August 29, 2022 

યુએસ ડોલર સામે સોમવારે એટલે કે આજે શરૂઆતના વેપારમાં રૂપિયો 31 પૈસાની સર્વકાલીન નીચી સપાટીએ સરકી ગયો હતો. સોમવારે શરૂઆતી કારોબારમાં રૂપિયો 80.15 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બજારના જાણકારોના મતે વૈશ્વિક બજારમાં અમેરિકી ચલણની મજબૂતાઈ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે આ ઘટાડો નોંધાયો છે.



ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં,ડોલર સામે રૂપિયો 80.10 પર ખૂલ્યો હતો,જે પાછળથી વધુ ઘટાડા સાથે 80.15 પર નોંધાયો હતો, જ્યાં અગાઉના બંધની સામે તેણે 31 પૈસાની નબળાઈ નોંધાવી હતી. ગત ટ્રેડિંગ સેશનમાં શુક્રવારે ડોલર સામે રૂપિયો 79.84ના સ્તર પર બંધ થયો હતો.



ડૉલર ઇન્ડેક્સ 0.51% વધીને 109.35 પર

દરમિયાન,ડોલર ઇન્ડેક્સ,છ મુખ્ય ચલણો સામે યુએસ ડોલરની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે,0.51 % વધીને 109.35 પર પહોંચ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે, ફેડરલ રિઝર્વે ફુગાવાને કાબૂમાં લેવા માટે કડક વલણ અપનાવવાની હાકલ કર્યા બાદ ડોલર મજબૂત થયો હતો.

બ્રાન્ડ ક્રૂડ ફ્યુચર્સ પ્રતિ બેરલ USD 101 પર

પ્રોવિઝનલ સ્ટોક માર્કેટ ડેટા અનુસાર, વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.86 % વધીને 101.86 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યાં છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારના રોજ રૂ. 51.12 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application