Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘રાષ્ટ્રીય એકતા દિન’ની ઉજવણી અંતર્ગત વ્યારા શહેરમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ યોજાયો

  • October 30, 2024 

ભારત દેશના પ્રથમ ગૃહ મંત્રી અને નાયબ વડાપ્રધાન એવા સરદાર પટેલની ૧૪૧મી જન્મ જયંતી નિમિતે દેશભરમાં એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર, તાપી વ્યારાના ઉપક્રમે વ્યારા શહેરના રામ તળાવ, સીનીયર સીટીઝન ક્લબ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ કોકણી અધ્યક્ષપદે રહ્યા હતા.


આ ઉપરાંત વ્યારા નગરપાલિકાના પ્રમુખ ઉપાધ્યાય, વ્યારા પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ડી.વાય.એસ.પી., રમત વિકાસ અધિકારી, યુવા વિકાસ અધિકારી સહીતના અધિકારીઓ-કર્મચારીઓ, યુવા ઉપનિષદ સંસ્થાના સહયોગીઓ, પોલીસ જવાનો, સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ, યોગ બોર્ડના સંચાલકો, આઈટીઆઈનો સ્ટાફ તેમજ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ધારાસભ્યશ્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. રન ફોર યુનિટીના આ કાર્યક્રમ નિમિતે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, ૫૬૨ દેશી રજવાડાઓને એક કરીને આપણા દેશને એક ઢાંચામાં મઢ્યો એવા લોખંડી પુરુષની જન્મ જયંતીને યાદ કરવા માટે આપણે એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ.


સરદાર પટેલની જેમ આપણા શહેર, જિલ્લા અને દેશના નાગરિકો સ્વસ્થ બને એટલા માટે આ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના નાગરિકો આમાં ભાગીદાર બને તેમનું સ્વાસ્થ્ય અને સુખાકારી વધે તેમજ તહેવારો અને દિવાળીની શુભકામના અર્પી હતી. આ દોડ રામ તળાવ પાર્કિંગથી શરુ કરી વ્યારા ગાર્ડન પાસેથી પસાર થઈ ૨.૫ કિમીના સર્કીટમાં યોજાઈ હતી. રન પહેલા ઝુમ્બા ટીમ દ્વારા સૌને ઝુમ્બા પ્રેક્ટીસ કરાવવામાં આવી હતી. મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ દ્વારા સરદાર  વલ્લભભાઈ પટેલ તેમજ સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓને ફુલહાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application