નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વાલોડ, મહુવા અને બારડોલી તાલુકાના રૂ.૧૨ કરોડના ખર્ચે ૨૫ જેટલા રસ્તા બનાવવા વિકાસકામોને મંજુરી આપી છે.
જેમાં વાલોડ સ્ટેટ હાઇવેથી બુટવાડા તળાવ સુધીનો રસ્તો, બાજીપુરા ખુટાઇ માતાના મંદિરથી હાઇવે નં.૬ને જોડતો રસ્તો, અંધાત્રી-ગોડધા મુખ્ય રસ્તાથી મુકેશભાઇની વાડી થઇ ધરમપુરાને જોડતો રસ્તો, વાલોડ અલગટ ગૌતમભાઇ નરદેવભાઇના ઘરેથી મહુવા અલગટને જોડતો રસ્તો, મહુવા- બારડોલી સ્ટેટ હાઇવેથી ગાયત્રી ઉધોગનગર તરક જતો રસ્તો, વેલણપુર ઓલણ નદીથી ભાઠેલ ફળીયા થઈ કાંકરીયા સનાઈમોરા ફળીયાને જોડતો રસ્તો, મહુવા-બારડોલી સ્ટેટ હાઇવેથી સાંઇફપા ઉધોગનગર તરક જતો રસ્તો, મહુવરીયા કેનાલથી વહેવલ ને જોડતો રસ્તો, તરસાડી માલીબા કોલેજ હળપતીવાસથી અક્ષત પેપર મીલ થઇ કેનાલ તરક જતો રોડ, કુલવાડી વલ્લભ ફળીયા થી સુખલા ફળીયા કેનાલનો રસ્તો,
મહુવા-બારડોલી સ્ટેટ હાઇવેથી સાતડેલા (જૈન) ને જોડતો રસ્તો, ડુંગરી કુકરબેડાથી પેથાપુર રોડ, ડુંગરી એમ.ડી.આર થી સ્મશાન તરક જતો રસ્તો, બામણીયા ડુધ ડેરીથી વહીયા ફળીયા તરક જતો રસ્તો, બોરીયા સ્ટેટ હાઇવેથી સ્કુલ થઇ કેનાલ તરક જતો રસ્તો, સગ્રામપુરા એમ,ડી.આર. થી હળદવાને જોડતો રસ્તો, કોદાદા સર્વિસ સ્ટેશનથી આમચકને જોડતો રસ્તો, વલવાડ। ચાસા ફળીયાથી હળદવાને જોડતો રસ્તો, બાલ્દા પંચાયત ઘરથી વાંસફુઇ બેડકુવાના સીમાડાને જોડતો રોડ, સુરાલી નાની ભટલાવથી સુરાલી ભૈસુદલા મઢીને જોડતો રોડ, અલ્લુથી વાંકાનેર જોડતો રોડ, વાંકાનેરથી બામરોલી જોડતો રોડ, જુનવાણી થી ભેસુદ્લાને જોડતો રોડને કાચથી ડામર બનાવવાના અને અલગટ જવાહર ફળીયાથી કલકવા હનુમાન મંદિર રોડ, અંધાત્રી ગોડધા જોઈનીંગ હથુકા ગોડધા રોડને થ્રુ રૂટ, અ.જી.માં. અને ગ્રા.માં. ને પહોળા કરવાનાં સહિતના વિકાસકામોનો સમાવેશ થાય છે. યાતાયાતની સુવિધાઓ ઉભી થવાથી આ વિસ્તારના ગ્રામ્ય નાગરિકોમાં આનંદની લાગણી વ્યાપી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500