ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસી)ની મહેમદાવાદ શાખામાં બેંક બંધ કરવાના સમયે કેશની સિલક રૂપિયા ૫ લાખ ખૂટતા કેશિયરે બેંકના પટાવાળા સામે શંકાના આધારે ચોરી કર્યાનો ગુનો નોંધાવ્યો છે. કેશીયરની જાણ બહાર લોકરની તિજોરીમાંથી રૂપિયા તફડાવી અને તબિયતનું બહાનું ધરી કેશિયર ફરાર થયો હોવાની શંકા બેંક દ્વારા સેવાઈ રહી હતી. મહેમદાવાદમાં આવેલી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસી)ની શાખામાં મેનેજર સહિત છ વ્યક્તિનો સ્ટાફ છે. ગત તારીખ ૩૦મી જાન્યુઆરીએ સાંજે વાઉચર ચકાસી હિસાબ કરતા રૂ.પાંચ લાખ કેશ ગટ હતી. જોકે, આ દિવસે શાખાના બેંકના પટાવાળા અજીતસિંહ કનુભાઈ ગોનીયા મેનેજરની કેબિન પાસે પડી ગયા હતા. જોકે આ પહેલા પણ આ પટાવાળા છાતીમાં દુઃખે છે તેવી ફરિયાદો પણ કરતા હતા.
કેબિન પાસે પડી ગયા બાદ બેંકના કર્મચારીઓ દવાખાને લઈ જતા હતા ત્યારે અજીતસિંહે કર્મચારી પાસેથી પોતાની બેગ છીનવી લઈ લીધી હતી. અજીતસિંહ દવાખાનાની જગ્યાએ રતનપુર શાખામાં પોતાના ભાઈને ત્યાં ગયા હતા. મોડી સાંજે કેશની સિલકની ગણતરી કરતા રકમ ઓછી જણાતી હતી. પટાવાળા અજીતસિંહની હરકત પર શંકા જતા તબિયત માટે ફોન પર પૂછવામાં આવતા અજીતસિંહ દ્વારા ખોટેખોટુ રટણ કરવામાં આવ્યું હતું. બેંકના સીસીટીવી ચેક કરતા તેમા શંકા ગઈ હતી.બીજી તરફ પાનના ગલ્લાવાળા પાસેથી પણ અજીતસિંહે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરી હોવાનું જણાઈ આવ્યું હતું. આ સમગ્ર મામલે બેંકના કેશિયર સુહાગ પારેખ (હલધરવાસવાળા)એ પટાવાળા સામે શંકા દર્શાવી ચોરીની ફરિયાદ મહેમદાવાદ પોલીસ મથકે નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે, કેશીયરે આ શકમંદને લોકર રૂમમાં આવેલી તિજોરીની ચાવી આપી તિજોરીમાંથી રૂપિયા ૫૦૦ના દરના ૧૦ બંડલ કુલ રૂપિયા પાંચ લાખ લેવા માટે મોકલેલા તે સમયે તેમની જાણ બહાર આ રોકડની ચોરી કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application